ચીનના શાંક્સી પ્રાંતમાં બ્રિજ ધરાશાયી, 11 લોકોના મોત, 30થી વધુ લોકો ગુમ
ચીનના શાંક્સી પ્રાંતમાં અચાનક પૂરના કારણે હાઇવે બ્રિજ આંશિક રીતે તૂટી પડ્યો હતો, જેમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા હતા અને 30 થી વધુ લોકો ગુમ થયા હતા. આ પુલ એવા સમયે ધરાશાયી થયો જ્યારે લોકો તેના પરથી વાહનો પસાર કરી રહ્યા હતા. જેના કારણે અનેક લોકોએ મોતનો સામનો કરવો પડ્યો હતો. અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચીની અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી હતી.