પૂર્ણ બહુમતી સાથે કર્ણાટકમાં ભાજપની સરકાર બનશે’, અમિત શાહનો મોટો દાવો
કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીને તમામ રાજકીય પક્ષો પોતાના એજન્ડા મુજબ મતદારોને રીઝવવા જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. એવામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દાવો કર્યો છે કે, કર્ણાટકમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, મેં કર્ણાટકના તમામ વિસ્તારોની મુલાકાત લીધી છે. છેલ્લી ચૂંટણીની સરખામણીએ તમામ પ્રદેશોમાં ભાજપ તરફ વલણ, ઉત્સાહ અને પ્રચંડ સમર્થન છે. તેમણે એમ પણ કહ્યું કે, કર્ણાટકમાં ભાજપ પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવશે.
કોંગ્રેસ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે, અમારી પાર્ટીએ 4% મુસ્લિમ આરક્ષણ ખતમ કરી દીધું છે. કારણ કે તે ગેરબંધારણીય હતું. આપણા બંધારણમાં ધર્મના આધારે અનામતની કોઈ જોગવાઈ નથી. કોંગ્રેસે તુષ્ટિકરણની નીતિ હેઠળ આ મુસ્લિમ આરક્ષણ આપ્યું હતું, જેને અમે હટાવી દીધું છે.