હરિયાણામાં બીજેપીની બીજી યાદી જાહેર, આ નેતાને વિનેશ ફોગટ સામે ટિકિટ મળી, બે મુસ્લિમ ઉમેદવારો પણ
ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ આગામી હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. બીજેપીએ બીજી યાદીમાં કુલ 21 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં બે મુસ્લિમ ઉમેદવારોના નામ પણ જોવા મળ્યા છે. આવો જાણીએ ક્યા નેતાને ટિકિટ મળી છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવેલી બીજી યાદીમાં બે મુસ્લિમ ઉમેદવારોને પણ ટિકિટ આપવામાં આવી છે. પાર્ટીએ ફિરોઝપુર ઝિરકા વિધાનસભા સીટથી નસીમ અહેમદ અને પુનાના વિધાનસભા સીટથી એજાઝ ખાનને ટિકિટ આપી છે.