તેલંગાણામાં પ્રેમિકાની હત્યા છુપાવવા માટે બિહારી મજૂરે બર્થડે પાર્ટીમાં 9 લોકોને ઊંઘની ગોળી આપી, કોથળામાં બાંધીને કુવામાં ફેંક્યા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય 391

હૈદરાબાદ : તેલંગાણામાં વારંગલના સરહદ વિસ્તારમાં કુવામાંથી મળેલી ૯ લાશોના ગુંચવાયેલા કોકડાના નિવેડો આવી ગયો છે. વારંગલ પોલીસે સોમવારે જણાવ્યું કે, આ તમામ હત્યા બિહારના પ્રવાસી મજૂર સંજય કુમાર યાદવે(૨૪) પ્રેમિકાની હત્યાની વાત છુપાવવા માટે કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, સંજયે પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. તેને બર્થડે પાર્ટીમાં તમામને જમવામાં ઊંઘની ગોળીઓ આપી દીધી હતી. ત્યારબાદ તમામ લોકો બેભાન થઈ ગયા તો તેને બધાને એક બોરીમાં ભરીને ગોરેકુંટા ખાતે આવેલા ગોડાઉન પાસેના કુવામાં નાંખી દીધા હતા. પોલીસે જણાવ્યું કે, જે કુવામાંથી લાશ મળી, ત્યાં નજીકમાં કોથળા બનાવવાની એક ફેક્ટરી છે

વારંગલ પોલીસ કમિશનર વી.રવિંદરે જણાવ્યું કે, જે કુવામાંથી લાશ મળી હતા, તેની પાસે જ કોથળા બનાવવાની ફેક્ટરી છે. અહીંયા પ્રવાસી મજૂરો રહે છે. આરોપી સંજય પણ અહીંયા જ રહેતો હતો. તેની સાથે પશ્વિમ બંગાળનો રહેવાસી મકસૂદ પત્ની નિશા અને પરિવારના સભ્યો રહેતા હતા. તેની સાથે બિહારના વધુ બે અને ત્રિપુરાનો પણ એક યુવક રહેતો હતો.તપાસમાં સામે આવ્યું કે, સંજયના નિષાની ભત્રીજી રફીકા(૩૭)સાથે આડા સંબંધ છે. રફીકા પણ પશ્વિમ બંગાળની રહેવાસી હતી પણ તે તેના પતિથી અલગ થઈ ગઈ હતી. તેના ત્રણ બાળકો હતા. સાથે સંજયે એક રૂમ ભાડે લીધો હતો, જ્યાં સંજય અને રફીકા એક સાથે રહેતા હતા.

પોલીસે જણાવ્યું કે, સંજયની રફીકાની દિકરી પર ખરાબ નજર હતી. આ વાત અંગે રફીકાએ સંજયને ચેતવણી પણ આપી હતી. આ જ કારણે સંજયે રફીકાની હત્યાનું કાવતરું ઘડ્યું. તેને મકસૂદને જણાવ્યું કે, હું રફીકા સાથે લગ્ન કરવા માંગું છું. તેના માટે રફીકાના પરિવાર સાથે વાત કરવા માટે બંગાળ જાવ છું.

સંજયે ચાલતી ટ્રેનમાં રફીકાની હત્યા કરી તેની લાશને ટ્રેનમાંથી ફેંકી દીધી પોલીસે જણાવ્યું કે, ૬ માર્ચે સંજય અને રફીકા ગરીબ રથ ટ્રેનથી વિશાખાપટ્ટનમ માટે રવાના થયા હતા. પણ સંજયે સફર દરમિયાન જ દૂધમાં ઊંઘની ગોળી ભેળવીને રફીકાને આપી દીધી હતી. જ્યારે રફીકાને ઊંઘ આવવા લાગી તો સંજયે તેનું ગળું દબાવી દીધું. ત્યારબાદ રફીકાની લાશને આંધ્રપ્રદેશના પશ્વિમ ગોદાવરી જિલ્લાના નિદાદવોલ પાસે ટ્રેનમાંથી જ ફેંકી દીધી હતી.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.