બિહાર પોલીસ હેડક્વાર્ટર દ્વારા નવું ફરમાન બહાર પાડવામાં આવ્યુ
બિહાર પોલીસમાં કામ કરી રહેલ કોઈપણ પોલીસકર્મી ફિલ્ડમાં ડ્યૂટી દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરી શકશે નહીં.બિહાર પોલીસ હેડક્વાર્ટરે તેના સબંધિત આદેશ જારી કર્યો છે.જેમાં કહેવામાં આવ્યું છે કે જો પોલીસકર્મીઓ ફિલ્ડ ડ્યુટી દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરતા જોવા મળશે તો તેમની સામે કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.આમ પોલીસ હેડક્વાર્ટરને ફરજ દરમિયાન પોલીસ કર્મચારીઓ દ્વારા મોબાઈલ ફોનના ઉપયોગ અંગે સતત ફરિયાદો મળી રહી હતી.આ સાથે સોશિયલ મીડિયા પર પોલીસ કર્મચારીઓના એકાઉન્ટ સાથે જોડાયેલી કોઈપણ માહિતી સાર્વજનિક કરવાના કિસ્સાઓ પણ સતત સામે આવી રહ્યા છે.જેના કારણે પોલીસ હેડક્વાર્ટરને કડક પગલા ભરવા પડ્યા છે.આમ આવા કામ કરવાથી સામાન્ય લોકોમાં પોલીસની છબી પર નકારાત્મક અસર પડે છે.