
બિહારમાં રખડતા કૂતરાઓએ લોકોને શિકાર બનાવ્યા
બિહારના આરામાં રખડતાં કૂતરાએ આતંક મચાવ્યો હતો.તેણે 80થી વધુ લોકોને કરડી ખાધા હતા.ત્યારે આ અંગે ભોજપુરના પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટે કહ્યુ હતું કે શિવગંજ, શીતલા ટોલા,મહાદેવ રોડ તેમજ સદર હોસ્પિટલ ક્ષેત્રમાં 80થી વધુ લોકોને નિશાન બનાવ્યા હતા.જેમાં ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે આ સિવાય પોલીસ તેમજ સ્થાનિક એકમના લોકોએ કૂતરાને પકડવા માટે અમુક વિસ્તારોમાં સુરક્ષાકર્મીઓને તહેનાત કરી દીધા છે.ત્યારે સ્થાનિકોએ આ કૂતરાને ગડદાપાટુનો માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો છે.આ ઘટના સામે આવ્યા બાદ તંત્ર એલર્ટ થયું હતુ અને જિલ્લાધિકારીના આદેશ પર રેબિઝની વેક્સિન આપવા માટે કેમ્પ આયોજિત કરવાની ફરજ પડી હતી.જેના અંતર્ગત 86 લોકોને ઈન્જેક્શન આપી દેવામા આવ્યા છે.આ કેમ્પ હજુ ચાલુ રખાશે.કૂતરાએ કેટલાક બાળકોને પણ નિશાન બનાવ્યા છે.