
બિહાર સરકાર રમઝાનમાં મુસ્લીમોને એક કલાક વહેલી છુટી આપશે
બિહારના મુખ્યમંત્રી નિતીશકુમારે રમઝાન મહિનામાં સરકારી ઓફિસોમાં મુસ્લીમ કર્મચારી તેમજ અધિકારીઓને મોટી રાહત આપી છે.જે મુજબ રમઝાન મહિનામાં મુસ્લીમ કર્મચારીઓ તેમજ અધિકારીઓ 1 કલાક વહેલા ઓફિસે આવી શકશે અને 1 કલાક વહેલા જઈ શકશે.આ વ્યવસ્થા સરકારી કર્મીઓ ઉપરાંત આઉટ સોર્સીંગ મુસ્લીમ કર્મચારીઓ માટે પણ કરવામાં આવી છે અને આ સુવિધા દર વર્ષે લાગુ પડશે.જેમાં સરકાર તરફથી દાવો કરવામાં આવ્યો છે કે આ સુવિધાથી સરકારી કામકાજ પર અસર નહીં પડે,બધા હળીમળીને કામ પુરું કરશે.આમ વર્તમાનમાં બિહારમાં 2024ની લોકસભા ચૂંટણી તેમજ વર્ષ 2025ની વિધાનસભા ચૂંટણીને લઈને બધા પક્ષોમાં રાજકીય ગતિવિધિ તેજ થતા નીતીશકુમારે નિર્ણય લીધો છે.