ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં મોટી દુર્ઘટના, અલકનંદા નદીમાં ખાબક્યું યાત્રી ભરેલું વાહન, 8 લોકોના મોત

ગુજરાત
ગુજરાત

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાંથી એક મોટી દુર્ઘટના પ્રકાશમાં આવી છે, જે મુજબ દિલ્હીથી મુસાફરોને લઈને જઈ રહેલું એક વાહન નિયંત્રણ ગુમાવીને રૂદ્રપ્રયાગ પાસે અલકનંદા નદીમાં પડી ગયું જેમાં 23 લોકો સવાર હતા. નદીના જોરદાર પ્રવાહમાં ગાડીમાં સવાર તમામ લોકો વહી ગયા હતા. આ દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પ્રશાસન, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ડીડીઆરએફ અને અન્ય ટીમો ઘટનાસ્થળે પહોંચી અને રાહત કાર્ય શરૂ કર્યું. નદીમાં લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આઠ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે કેટલાક લોકો ઘાયલ છે અને તેમની સારવાર ચાલી રહી છે.

અકસ્માત બાદ ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ કર્યું, “…ઘાયલોને નજીકના આરોગ્ય કેન્દ્રોમાં તબીબી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટને આ મામલે તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે..

મુસાફરો દિલ્હીથી ચોપટા તુંગનાથ જઈ રહ્યા હતા

એવું કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતનો ભોગ બનેલું વાહન દિલ્હીથી મુસાફરોને લઈને ચોપટા તુંગનાથ જઈ રહ્યું હતું. આ કારમાં ડ્રાઈવર સહિત 23 લોકો સવાર હતા. તમામ મૃતકોની હજુ પુષ્ટિ થઈ નથી. જો કે, સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં 10 થી વધુ લોકોના મોત થઈ શકે છે. આ અકસ્માત બદ્રીનાથ હાઈવેના રેંટોલી પાસે થયો હતો. એસડીઆરએફ અને પોલીસ ટીમ દ્વારા બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી ટીમે બે ઘાયલ લોકોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ મોકલી દીધા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.