કોરોનામાં મોટી રાહત: નવા કેસ કરતાં ડીસ્ચાર્જ વધી ગયા: ‘પીક’ પસાર?

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય 73

મહારાષ્ટ્રમાં 40 દિવસના- દિલ્હીમાં 30 દિવસના સૌથી ઓછા કેસ:મહારાષ્ટ્ર કરતા કર્ણાટકમાં વધુ કેસ: ચોવીસ કલાકમાં દેશમાં કુલ 3.19 લાખ કેસ સામે 3.56 લાખ ડીસ્ચાર્જ: 3876 મોત:દિલ્હી, ઉતરપ્રદેશ, કેરળ, ગુજરાત, છતીસગઢ સહિત મોટાભાગના રાજયોમાં નવા કેસ ઘટયા

ભારતમાં કેટલાંક વખતથી તાંડવ સર્જીને કોરોના હવે શાંત થવા લાગ્યા હોય તેમ સતત બીજા દિવસે નવા કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો એટલું જ નહીં. નવા કેસ કરતા સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધી ગઈ હતી. બીજી તરફ મહારાષ્ટ્ર કરતા કર્ણાટકમાં દૈનિક કેસો વધુ નોંધાયા હતા.દેશમાં સળંગ ચાર-પાંચ દિવસ કોરોનાના દૈનિક કેસ ચાર લાખથી વધુ નોંધાયા બાદ ગઈકાલથી ગ્રાફ નીચો આવવો શરૂ થયો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના રીપોર્ટ પ્રમાણે આજે નવા કેસોમાં વધુ ઘટાડો હતો. છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન 3,29,942 કેસ નોંધાયા હતા તેની સામે 3,56,082 લોકો ડીસ્ચાર્જ થયા હતા. 3876 લોકોનો ભોગ લેવાયો હતો. આમ તમામ મોરચે રાહત હતી. આ સાથે દેશમાં અત્યારસુધીના કુલ કેસ 2.29 કરોડ થયા છે. જયારે 2,49,992 લોકોનો ભોગ લેવાયો છે. એકટીવ કેસોની સંખ્યા 37.15 લાખ પર પહોંચી છે.

દેશના મોટાભાગના રાજયોમાં નવા કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. મહારાષ્ટ્ર કરતા કર્ણાટકના કેસો વધી ગયા હતા. મહારાષ્ટ્રમાં 37236 કેસ હતા તેની સામે કર્ણાટકમાં 39305 કેસ નોંધાયા હતા.
ભારતમાં ફેબ્રુઆરીથી કોરોનાની નવી લહેર શરુ થઈ ત્યારબાદ પ્રથમ વખત મહારાષ્ટ્ર ટોચના ક્રમેથી નીચે આવ્યુ છે. કર્ણાટકમાં 39305 કેસ તથા 596 મોત નોંધાયા હતા. ભારતના દૈનિક કેસ છેલ્લા બે સપ્તાહના સૌથી નીચા સ્તરે નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં મોત 549 હતા તે પણ કર્ણાટક કરતા હતા.

નવા કેસ બે સપ્તાહના નીચા સ્તરે પહોંચવાને પગલે દેશમાં કોરોનાના સૌથી પીક તબકકો પસાર થઈ ગયો હોવાનો આશાવાદ ઉભો થયો છે.દેશના અન્ય રાજયો પૈકી કેરળમાં 27487, ઉતરપ્રદેશમાં 23333, તામીલનાડુમાં 28978, પશ્ર્ચીમ બંગાળમાં 19445, દિલ્હીમાં 12651 કેસ નોંધાયા હતા.સતાવાર સૂત્રોના કહેવા પ્રમાણે મહારાષ્ટ્રમાં 40 દિવસ પછી દૈનિક કેસ 40000થી ઓછા નોંધાયા છે. છેલ્લે 31 માર્ચે 39544 કેસ હતા. મુંબઈની વાત કરવામાં આવે તો માત્ર 1794 કેસ નોંધાયા હતા સામે 3580 ડીસ્ચાર્જ થયા હતા અને 74 લોકોનો મોત થયા હતા.પાટનગર દિલ્હીમાં પણ છેલ્લા એક મહિનાના સૌથી ઓછા કેસ નોંધાયા હતા. જો કે, મોતનો આંકડો ચિંતાજનક હોય તેમ 319 લોકોનો ભોગ લેવાયો હતો. સંક્રમણ દર 19.10 ટકા હતો. આ જ રીતે કર્ણાટક ટોપક્રમે પહોંચવા છતાં નવા કેસોની સંખ્યામાં ઘટાડો જ છે. કેરળ, ઉતરપ્રદેશ, છતીસગઢ સહિતના રાજયોમાં નવા કેસોમાં રાહત છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.