મોટા સમાચાર! આતિશી બનશે દિલ્હીના નવા મુખ્યમંત્રી, વિધાનસભ્ય દળની બેઠકમાં આપવામાં આવી મંજૂરી
દિલ્હીના રાજકારણ સાથે જોડાયેલા આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આતિશીને ધારાસભ્ય દળની બેઠકમાં નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. એટલે કે દિલ્હીના નવા સીએમ હવે આતિષી હશે. કેજરીવાલે ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.
તમને જણાવી દઈએ કે ધારાસભ્ય દળની બેઠક પહેલા પણ બે નામ સીએમ પદની રેસમાં હતા. જેમાં પહેલું નામ આતિશી અને બીજું નામ કૈલાશ ગેહલોત હતું. બેઠક પહેલા જ AAP નેતા સૌરભ ભારદ્વાજે એક મોટા નિવેદનમાં સ્પષ્ટ કર્યું હતું કે કેજરીવાલ તેમની પત્ની સુનીતાને સીએમ નહીં બનાવે. તેમણે કહ્યું હતું કે સુનીતા કેજરીવાલને સીએમ બનવામાં રસ નથી.