ભગવાન હનુમાન અંગે કરી મોટી જાહેરાત, બજરંગ દળ પર બેકફૂટ પર આવ્યા બાદ જાગી કોંગ્રેસ
બેંગલુરુ, ચૂંટણીવાળા રાજ્ય કર્ણાટકમાં ભગવાન હનુમાન ચૂંટણી મુદ્દાના કેન્દ્રમાં આવી ગયા છે. પોતાના ઘોષણાપત્રમાં બજરંગ દળ જેવા સંગઠનો પર પ્રતિબંધ લગાવવાનું વચન આપીને ઘેરાયા બાદ કોંગ્રેસે બચાવની મુદ્રામાં આવતા સમગ્ર રાજ્યમાં હનુમાન મંદિરોના નિર્માણ અને જીર્ણોદ્ધારનું વચન આપ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજરંગ દળ પર પ્રતિબંધના વચનની સરખામણી હનુમાન અને તેમના ભક્તોને તાળામાં બંધ કરવા સાથે કરી, જ્યારે પૂર્વ ડેપ્યુટી સીએમ એસ ઈશ્વરપ્પાએ કોંગ્રેસનું ઘોષણાપત્ર બાળી મૂકયું. બજરંગ દળના કાર્યકરોએ કોંગ્રેસનું ઘોષણાપત્ર ફાડી નાખ્યું અને તેના પર ચપ્પલ વરસાવ્યા અન રાજ્યના અનેક ભાગોમાં રેલીઓ કરી.
દક્ષિણપંથી સંગઠનોએ રાજ્યભારમાં હનુમાન ચાલીસાના પાઠ કરવાનો નિર્ણય લીધો છે. આ મુદ્દે હવે કોંગ્રેસ બચાવની મુદ્રામાં આવી ગઈ છે. કોંગ્રેસ જે મુદ્દાઓની આજુબાજુ ૧૦મી મેના રોજની વિધાનસભા ચૂંટણી લડવા માંગતી હતી તે અંગે હવે એવું લાગે છે કે તેના પર ઠંડુ પાણી રેડાઈ ગયું છે કારણ કે પાર્ટી પ્રદ્રેશ અધ્યક્ષ ડી કે શિવકુમાર મંદિરમાં દર્શન કરવા પહોંચી ગયા.
મૈસુરમાં ચામુંડી પહાડ પર, મૈસુરના દેવી ચામુંડેશ્વરી, સાથે આંજનેયની પૂજા કર્યા બાદ શિવકુમારે અન્ય વધુ હનુમાન મંદિરોના નિર્માણ કરવાનું કે સમગ્ર રાજ્યમાં રહેલા મંદિરોના જીર્ણોદ્ધાર કરવાનું વચન આપ્યું. રામનગરમાં કનકપુરાથી ચૂંટણી લડતા શિવકુમારે કહ્યું કે રામદૂત આંજનેય (હનુમાન)નું મંદિર દરેક જગ્યાએ છે. અમે આંજનેય મંદિરોનું નિર્માણ કરાવ્યું છે અને અમે પણ તેમના ભક્ત છીએ. ખાસ કરીને અમે કન્નડવાસીઓમાં તેમના પ્રત્યે ઊંડી આસ્થા છે. એ વાતનો પાક્કો પુરાવો છે કે આંજનેયનો જન્મ (આ) રાજ્યમાં થયો હતો.
તેમણે કહ્યું કે કોંગ્રેસ આંજનેય મંદિરો અને ભગવાન હનુમાનના આદર્શોને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે અમે કાર્યક્રમ લાવી રહ્યા છીએ.
કોંગ્રેસ તમામ મહત્વપૂર્ણ આંજનેય મંદિરો, ખાસ કરીને આંજનેય સંલગ્ન જોડાયેલા ઐતિહાસિક સ્થળોના વિકાસ માટે ખાસ નીતિઓ બનાવશે. શિવકુમારે કહ્યું કે અમે રાજ્યના તમામ તાલુકાઓમાં આંજનેયના નામ પર નીતિઓ અને કાર્યક્રમ બનાવીશું. જેનાથી યુવાઓને હનુમાનના આદર્શોને અપનાવવાની પ્રેરણા મળશે. દેવી ચામુંડેશ્વરીની શપથ લેતા તેમણે કહ્યું કે કોંગ્રેસ અંજનાદ્રી વિકાસ બોર્ડની સ્થાપના કરશે. ભગવાનના નામ પર રાજકારણ કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ પર વિકાસ સાધવા બદલ તેમણે સવાલ કર્યો કે ભાજપે કેટલાક આંજનેય મંદિરોનું નિર્માણ કરાવ્યું છે.
તેમણે આરોપ લગાવ્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ભાજપના મારા મિત્રો રાજનીતિક લાભ માટે ભગવાનના નામનો ઉપયોગ કરવાની કોશિશ કરી રહ્યા છે. તેઓ ભાવનાઓ સાથે રમી રહ્યા છે. કોંગ્રેસ નેતાના જણાવ્યાં મુજબ બેંગ્લુરુ અને મૈસુરુ વચ્ચે ઓછામાં ઓછા ૨૫ આંજનેય મંદિર છે. જેનું નિર્માણ રાજ્યના પહેલા મુખ્યમંત્રી કેંગલ હનુમંતૈયાએ કરાવ્યું હતું જે કોંગ્રેસના નેતા હતા. શું ભાજપે એક પણ મંદિર બનાવ્યું? તેઓ લોકોને ગુમરાહ કરવાની કોશિશ કરે છે. જે બનશે નહીં. આ મુદ્દાનો ઉપયોગ કરવાની કોશિશ કરે છે. જેના પર કોઈ ધ્યાન નહીં આપે. કોંગ્રેસ સત્તામાં આવશે. અમે રામ અને આંજનેય સંલગ્ન તમામ મંદિરોનું નિર્માણ કરાવીશું.