નજીક થઇ રહ્યા છે બચ્ચન-ગાંધી પરિવાર? સંસદ પરિસરમાં સોનિયા સાથે વાત કરીતી દેખાઈ જયા બચ્ચન
સંસદ પરિસરમાં વિપક્ષી નેતાઓએ એક સાથે મળીને મોદી સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસ સહીત બીજા વિપક્ષી દળોનું કહેવું છે કે આ આમ બજેટમાં માત્ર બિહાર અને આંધ્ર પ્રદેશ પર ધ્યાન આપવામાં આવ્યું છે. જ્યારે, વિપક્ષ શાસિત પ્રદેશોને કઈ મળ્યું નથી. આ પ્રદર્શનમાં કોંગ્રેસની સંસદીય દળ પ્રમુખ સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે, લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવ, જયા બચ્ચન સહીત વિપક્ષ દળોના ઘણા નેતા હાજર રહ્યા. આ દરમિયાન કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચનમાં સંસદ પરિસરમાં હસવુ-મસ્તીનો માહોલ જોવા મળ્યો છે.
વાસ્તવમાં, જેવી જ સોનિયા ગાંધી પરિસર પહોંચી જ્યાં કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાએ તેમનું સ્વાગત કર્યું. સોનિયા ગાંધી સામે ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયન ઉભા હતા. સોનિયા ગાંધીએ તેમને હેલો કહ્યું, જ્યારે ડેરેક ઓ બ્રાયનનાં બાજુમાં જયા બચ્ચન ઉભી હતી. જેને જોઈ સોનિયા ગાંધી હસતી જોવા મળી. જેવી જ ડેરેક ઓ બ્રાયને કઈક કહ્યું ને બંને નેતાઓ હસવા લાગ્યા. ત્યારબાદ જયા બચ્ચને સોનિયા ગાંધીથી કેટલીક વાતો કીધી હતી. પછી બંને નેતાઓ હસવા લાગ્યા. સોનિયા અને જયામાં થોડી વાર સુધી વાતચીત થતી રહી. બંનેની મુલાકાતનો વિડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.