અયોધ્યામાં પ્રાચીન પથ્થરમાંથી રામલલાની પ્રતિમા બનશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

અયોધ્યામા બની રહેલા ભગવાન રામના મંદિરમાં રામલલાના બાળ સ્વરૂપની મૂર્તિ માટે નેપાળના મ્યાગ્દી જિલ્લાના બેનીથી સંપૂર્ણ વિધિ અને હજારો લોકોની શ્રદ્ધાની વચ્ચે તે પવિત્ર પથ્થરને અયોધ્યા લઈ જવાઈ રહ્યો છે.ત્યારે મ્યાગ્દીમાં પ્રથમ શાસ્ત્ર અનુસાર ક્ષમાપૂજા કરવામાં આવી પછી ભૂ-સ્તરશાસ્ત્રીય અને પુરાતત્વ નિષ્ણાતોની દેખરેખમાં પથ્થરનું ખોદકામ કરવામાં આવ્યુ.ત્યારબાદ તેને મોટા ટ્રકમાં ભરીને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે લઈ જવાઈ રહ્યો છે,ત્યારે જ્યાં-જ્યાંથી આ શિલાયાત્રા પસાર થઈ રહી છે તે સમગ્ર માર્ગમાં ભક્તજન તેમજ શ્રદ્ધાળુઓ દ્વારા તેના દર્શન અને પૂજા કરવામાં આવી રહી છે.આમ સાત મહિના પહેલા નેપાળના પૂર્વ નાયબ વડાપ્રધાન તથા ગૃહમંત્રી બિમલેન્દ્ર નિધિએ રામમંદિર નિર્માણ ટ્રસ્ટ સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો હતો તે સમયથી આની તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી.જેમાં સાંસદ નિધિએ ટ્રસ્ટ સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો હતો કે અયોધ્યા ધામમાં જ્યારે ભગવાન રામનું ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યુ છે તો જનકપુર તરફથી અને નેપાળ તરફથી આમાં કંઈકને કંઈક યોગદાન હોવુ જ જોઈએ.મિથિલામાં માત્ર દિકરીઓના લગ્નમાં જ કંઈક આપવાની પરંપરા નથી,પરંતુ લગ્ન બાદ પણ જો દિકરીના ઘરમાં કોઈ શુભ કાર્ય થઈ રહ્યુ હોય કે કોઈ તહેવાર હોય તો આજે પણ પિયરમાંથી દરેક તહેવાર અને શુભ કાર્યમાં કંઈકને કંઈ સંદેશ કોઈને કોઈક સ્વરૂપે આપવામાં આવે છે.ત્યારે આ પરંપરા હેઠળ બિમલેન્દ્ર નિધિએ ભારત સરકાર સમક્ષ આ ઈચ્છા વ્યક્ત કરી અને અયોધ્યામા બનનાર રામમંદિરમાં જનકપુરનો અને નેપાળનો કોઈ અંશ રહીને આનો પ્રયાસ કર્યો.ભારત સરકાર અને રામમંદિર ટ્રસ્ટ તરફથી લીલીઝંડી મળતા જ હિન્દુ સ્વયંસેવક સંઘ,વિશ્વ હિન્દુ પરિષદ નેપાળ સાથે સમન્વય કરતા એ નક્કી કરવામાં આવ્યુ હતું કે અયોધ્યાનું મંદિર બે હજાર વર્ષ માટે બનાવવામાં આવી રહ્યુ હોય તો તેમાં સ્થાપિત થનારી મૂર્તિ તેના કરતા વધુ વર્ષોસુધી ચાલે તે પ્રકારનો પથ્થર જેનું ધાર્મિક, પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ હોય તેને અયોધ્યા મોકલવામાં આવે.નેપાળ સરકારે કેબિનેટ બેઠકથી કાલી ગંડકી નદીના કિનારે રહેલા શાલીગ્રામના પથ્થરને મોકલવા માટે પોતાની સ્વીકૃતિ આપી દીધી છે ત્યારે આ પ્રકારના પથ્થરને શોધવા માટે નેપાળ સરકારે ભૂસ્તરશાસ્ત્રીય અને પુરાતત્વ સહિત વોટર કલ્ચરને જાણતા વિશેષજ્ઞોની ટીમ મોકલીને પથ્થરની પસંદગી કરી છે અયોધ્યા માટે જે પથ્થરને મોકલવામાં આવી રહ્યો છે. તે સાડા 6 કરોડ વર્ષ પ્રાચીન છે અને તેનુ આયુષ્ય હજુ પણ એક વર્ષ સુધી રહેવાની વાત જણાવાઈ રહી છે.જેમાં એક પથ્થરનું વજન 27 ટન છે,જ્યારે બીજા પથ્થરનું વજન 14 ટન છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.