PM મોદીને મળેલી 600 થી વધુ ભેટોની હરાજી આજથી શરૂ, જાણો નક્કી કિંમત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ નિમિત્તે મળેલી 600 થી વધુ ભેટોની હરાજી મંગળવારથી શરૂ થઈ રહી છે. આ હરાજી 2 ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીની જન્મજયંતિ સુધી ચાલશે. પેરાલિમ્પિક મેડલ વિજેતાઓના પગરખાં અને અન્ય વસ્તુઓથી લઈને રામ મંદિરની પ્રતિકૃતિ અને ચાંદીની વીણા સુધી, તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ભેટો અને સ્મૃતિચિહ્નોમાં સામેલ છે જેની હરાજી કરવામાં આવી રહી છે. સાંસ્કૃતિક પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે સોમવારે જણાવ્યું હતું કે હરાજી માટે મૂકવામાં આવનારી આ વસ્તુઓની કુલ મૂળ કિંમત લગભગ 1.5 કરોડ રૂપિયા હશે.
શેખાવતે દિલ્હીમાં નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટમાં વડાપ્રધાન દ્વારા મળેલા સ્મૃતિચિહ્નો દર્શાવતા પ્રદર્શનની મુલાકાત લીધી હતી. બાદમાં તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ ભેટોની હરાજી માટેની મૂળ કિંમત સરકારી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવે છે અને કિંમતો લઘુત્તમ રૂ. 600 થી મહત્તમ રૂ. 8.26 લાખ સુધીની હોય છે. સંસ્કૃતિ મંત્રીએ કહ્યું, ‘આપણા વડાપ્રધાને તેમને મળેલી તમામ ભેટ અને સંભારણુંની હરાજી કરવાની નવી સંસ્કૃતિ શરૂ કરી છે. તેઓ મુખ્યમંત્રી તરીકે પણ આ કામ કરતા હતા.