પુતિનને દબાણમાં લાવવાનો પ્રયાસ રશિયા પર ઓઇલ કેપનો પ્રારંભ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

પશ્ચિમી દેશોએ સોમવારે કેટલાક પ્રકારના રશિયાના ઓઇલ પર પ્રતિ બેરલ ૬૦ ડોલરની પ્રાઇસ કેપ લાદવાનો પ્રારંભ કર્યો છે. તેનું ધ્યેય યુક્રેન સામેના યુદ્ધના મોરચે રશિયાને દબાણ હેઠળ લાવવાનું છે. યુરોપીયન યુનિયનની સાથે ઓસ્ટ્રેલિયા, બ્રિટન, કેનેડા, જાપાન અને અમેરિકા આ પ્રાઇસકેપ અંગે સંમત થયા છે. આ પગલો કીવ અને ક્રેમલિન બંનેએ નકારી કાઢ્યુ છે. કીવ ઊંચી પ્રાઇસકેપ ઇચ્છે છે અને ક્રેમલિનનું માનવું છે કે આ એક પ્રકારે યુરોપનું કેન્સલ કલ્ચર છે.
૨૭ દેશોના યુરોપીયન બ્લોકે આમ પણ રશિયા દરિયાઈ માર્ગે કરવામાં આવતી ઓઇલની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. આ દરમિયાન ઓક્ટોબરમાં ક્રીમિયાને જોડતા નુકસાન પામેલા બ્રિજનું રિપેરિંગ થયુ તે જોવા માટે પુતિને પોતે તે બ્રિજ પરથી વાહન ચલાવ્યું હતું. પુતિને આ પ્રસંગે આ પુલ બનાવનારા કારીગરો અને પ્રોજેક્ટ મેનેજરો સાથે પણ વાતચીત કરી હતી.
હવે સવાલ તે ઉદભવે છે કે પશ્ચિમનું આ પગલું બજારના ભાવ પર શું અસર પાડશે. સોમવારે યુએસ બેન્ચમાર્ક ક્રૂડનો ભાવ ૮૦ ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.
આ સિવાય બીજા પરિબળો જેવા કે ચીનમાં કોવિડ-૧૯ને અંકુશમાં રાખવા માટે લાદવામાં આવેલા પ્રતિબંધોના લીધે ઉત્પાદન પર અસર પડી છે. તેના લીધે ક્રૂડની માંગ અને ભાવ પર પણ અસર પડી છે.
રશિયાના નાયબ વડાપ્રધાન એલેકઝાન્ડર નોવાકે ચેતવણી આપી છે કે રશિયા આ ભાવ ટોચમર્યાદાનો ઉપયોગ કરવા માંગનારા દેશોને ઓઇલનું વેચાણ જ નહી કરે.
યુક્રેનિયન સરકારે માંગ કરી છે કે પ્રાઇસ કેપ પ્રતિ બરલ ૩૦ ડોલરની રાખવામાં આવે. ૬૦ ડોલરનો ભાવ પ્રાઇસ કેપ માટે નીચો કહેવાય.
રશિયા વિશ્વનું બીજા નંબરનું ઓઇલ ઉત્પાદક છે અને તેના અર્થતંત્રને ધમધમતુ રાખવામાં ઓઇલ-ગેસની મહત્વની ભૂમિકા છે. યુક્રેનનું કહેવું છે કે પ્રતિ બેરલ ૬૦ ડોલરની મર્યાદાએ પણ રશિયા ૧૦૦ અબજ ડોલર તો રળી લેશે જે રકમ તેને અમારી સામે યુદ્દમાં ઉપયોગી લેવામાં મદદરૂપ નીવડશે.
રશિયા વિશ્વનું બીજા નંબરનું ઓઇલ ઉત્પાદક છે. તેણે તાજેતરના સપ્તાહોમાં યુક્રેનના ઇન્ફ્રાસ્ટ્રકચરને રીતસરનું ખતમ કરી નાખ્યું છે. રશિયાના દળો ખેરસનની દક્ષિણે છે. ૨૪મી ફેબુ્રઆરીના રોજ રશિયાએ યુક્રેનમાં પ્રવેશવાની સાથે યુદ્ધનો પ્રારંભ થયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.