આતિશીએ દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા દિલ્હીની ત્રીજી મહિલા મુખ્યમંત્રી બની
આતિશીએ રાજ નિવાસ ખાતે દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. દિલ્હીની ત્રીજી મહિલા મુખ્યમંત્રી બની ગઈ છે. તે દિલ્હીમાં આમ આદમી પાર્ટીમાંથી બીજા અને પંજાબમાં સીએમ ભગવંત માન સહિત ત્રીજી સીએમ પણ બની છે. દિલ્હીના સૌથી યુવા સીએમ બનવાનો રેકોર્ડ પણ તેમના નામે છે.
આતિશીએ દિલ્હીના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજભવન ખાતે એલજી વિનય સક્સેનાએ તેમને શપથ લેવડાવ્યા હતા. શપથ બાદ આતિશી કેજરીવાલને પગે લાગ્યા. આતિશી પછી સૌરભ ભારદ્વાજ. ગોપાલ રાય, કૈલાસ ગેહલોત, ઈમરાન હુસૈન અને મુકેશ અહલાવતે મંત્રી તરીકે શપથ લીધા. કેબિનેટમાં મુકેશ અહલાવત એકમાત્ર નવો ચહેરો છે.
#WATCH | AAP leader Atishi takes oath as Chief Minister of Delhi pic.twitter.com/R1iomGAaS9
— ANI (@ANI) September 21, 2024
વિપક્ષે આતિશીને ડમી સીએમ અને આકસ્મિક મુખ્યમંત્રી કહ્યા : રાષ્ટ્રીય રાજધાનીમાં ફેબ્રુઆરી 2025 સુધીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, જોકે આમ આદમી પાર્ટી તેને આ વર્ષે અગાઉથી કરાવવા માંગે છે. જ્યારે વિપક્ષે આ નિર્ણયને AAP સરકારના નવ નિર્માણ તરીકે લેબલ કરીને પ્રશ્ન ઉઠાવ્યો હતો અને આતિશીને ડમી સીએમ અને આકસ્મિક મુખ્યમંત્રી કહ્યા હતા,