વર્તમાનમાં કેદારનાથ યાત્રા અટકી,ભારે વરસાદના કારણે ઓરેન્જ એલર્ટ અપાયું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે.ત્યારે ઉત્તરાખંડમાં પણ મેઘરાજાની એન્ટ્રી જોવા મળી રહી છે ત્યારે ઉત્તરાખંડના પહાડી અને મેદાની વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ ચાલુ છે.જે વરસાદના કારણે કેદારનાથ યાત્રામાં વિક્ષેપ પડયો છે,ત્યારે સોનપ્રયાગમાં શ્રદ્ધાળુઓને કેદારનાથ જતા અટકાવવામાં આવ્યા છે.બીજીતરફ ઉત્તરકાશીમા જ્ઞાનસુ પદુલી વિસ્તારમાં સવારના વરસાદને કારણે ભૂસ્ખલનમા રહેણાંક મકાન પર પણ જોખમ ઊભું થયું છે.આ અંગે અસરગ્રસ્તોએ મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે.જેમાં અસરગ્રસ્ત પરિવારે જણાવ્યુ હતુ કે તેમના ઘરને જોડતો રસ્તો પણ તૂટી ગયો છે.ત્યારે દેહરાદૂનના હવામાન કેન્દ્રના નિર્દેશકના જણાવ્યા અનુસાર ચોમાસુ ઝડપથી આગળ વધી રહ્યું છે.જેને ધ્યાનમાં રાખીને દહેરાદૂન સહિત 7 જિલ્લામાં આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.આ દરમિયાન દેહરાદૂન,ટિહરી,પૌરી,ચંપાવત,પિથોરાગઢ,નૈનીતાલ અને બાગેશ્વર જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.