એશિયાના સૌથી મોટા જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટનું વડાપ્રધાન મોદીએ શિલાન્યાસ કર્યું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​નોઈડાના જેવરમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું શિલાન્યાસ કર્યું છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા હાજર રહ્યા હતા. આ યુપીમાં નવમું જ્યારે પાંચમું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હશે. યુપી દેશમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ધરાવતું રાજ્ય છે. 21મી સદીનું ભારત એક પછી એક આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહ્યું છે. સારા રસ્તા,એરપોર્ટ,રેલ્વે સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે. આ એરપોર્ટના પ્રથમ તબક્કાનું કામ વર્ષ 2024 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. એરપોર્ટના પ્રથમ તબક્કામાં રૂપિયા 10,050 કરોડથી વધુનો ખર્ચ થશે. આ એરપોર્ટ 1300 હેક્ટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું હશે અને લગભગ 1.2 કરોડ મુસાફરો તેનો ઉપયોગ કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.