ગોવામા દરેક મહિલાને રૂ.1000 આપવાની કેજરીવાલની જાહેરાત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

પંજાબ બાદ ગોવામાં પણ આમ આદમી પાર્ટીએ દરેક મહિલાને દર મહિને રૂ.1000 આપવાનુ વચન આપ્યુ છે. ગોવામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની આમ આદમી પાર્ટી પૂરજોશમાં ઝુકાવવાની છે. ગોવા પહોંચેલા કેજરીવાલે કહ્યુ હતુ કે અમારી સરકાર જો બનશે તો 18 વર્ષથી વધુ વયની તમામ મહિલાઓને મહિને રૂ.1000 આપવામાં આવશે. જેના માટે રૂ.500 કરોડની જરૂર પડશે. આમ ગોવાનુ બજેટ 22,000 કરોડ રૂપિયાનુ છે પણ બજેટના 20 ટકા કરપ્શનમાં જતા રહેશે. આ રકમ અમે બચાવીશું અને તેમાંથી મહિલાઓને દર મહિને રૂ.1000 આપીશું. ગોવામાં મેં ફ્રી વીજળી,બેરોજગારી બથ્થુ આપવાની પણ જાહેરાત કરી છે. આ તમામ ખર્ચ ભેગો કરવામાં આવે તો પણ રૂ.1000 કરોડથી વધુ થતો નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.