એપ્રૂવલ રેટિંગમાં વિશ્વના નેતાઓમા વડાપ્રધાન મોદી ટોચ પર પહોંચ્યા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એપ્રૂવલ રેટિંગની બાબતમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન અને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનને પાછળ રાખી દીધા છે. જેમા વડાપ્રધાન મોદીની એપ્રૂવલ રેટિંગ 70 ટકા છે. જ્યારે ટોચના 13 વૈશ્વિક નેતાઓમાં આ સૌથી વધુ છે. ધ મોર્નિંગ કન્સલ્ટના સર્વેમાં આ વાત સામે આવી છે. 2જી સપ્ટેમ્બરના અપડેટ કરવામાં આવેલા સર્વેમાં ભારતના વડાપ્રધાન વિશ્વના કેટલાક રાષ્ટ્રપ્રમુખો કરતા આગળ છે. આ સર્વેમાં પીએમ મોદી,મેક્સિકાના રાષ્ટ્રપતિ આંદ્રે મેનુએલ,ઈટલીના પીએમ મારિયો ડ્રાઘી,જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ,અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન,કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો અને બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેર બોલ્સોનેરો પણ સામેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.