વિદેશી ધરતી પર વધુ એક ભારતીયની હત્યા, પરિવાર પર આભ તૂટ્યું

ગુજરાત
ગુજરાત

અમેરિકામાં ભારતીય સમુદાયના લોકો મોટી સંખ્યામાં છે, પરંતુ તેમ છતાં અહીં ભારતીયો સુરક્ષિત નથી. હાલના દિવસોમાં અમેરિકામાં ભારતીય સમુદાયના લોકો પર સતત હુમલા થઈ રહ્યા છે. આ હુમલામાં અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. હવે આવી જ એક ભયાનક ઘટના અમેરિકાના ટેક્સાસમાં બની છે, જ્યાં એક ભારતીયની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે દુકાનમાં લૂંટ દરમિયાન 32 વર્ષીય ભારતીય નાગરિકની હત્યાના સંબંધમાં એક વ્યક્તિની પણ ધરપકડ કરી છે. 

21 જૂનના રોજ ડલાસના પ્લેઝન્ટ ગ્રોવમાં એક સ્ટોરમાં ભારતના રહેવાસી દાસારી ગોપીકૃષ્ણની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આંધ્રપ્રદેશના બાપટલા જિલ્લાના યજલી ગામનો રહેવાસી ગોપીકૃષ્ણ 8 મહિના પહેલા અમેરિકા આવ્યો હતો. પોલીસે ગોપીકૃષ્ણની હત્યાના આરોપમાં 21 વર્ષીય દાવંતા મેથીસની ધરપકડ કરી છે. મેથીસ પર ગોપીકૃષ્ણને ગોળી મારવાનો આરોપ છે.

પોલીસે જણાવ્યું કે લૂંટ દરમિયાન મેથીસે દુકાનમાં પ્રવેશ કર્યો અને કાઉન્ટર પર પહોંચ્યા બાદ ગોપીકૃષ્ણને ગોળી મારી દીધી. ભાગતા પહેલા તેણે સામાન લૂંટી લીધો હતો. ગોપીકૃષ્ણને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. મેથીસની લૂંટ માટે ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ ગોપીકૃષ્ણના મૃત્યુને કારણે તેની પર હત્યાનો આરોપ છે. 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.