
અંબાણી પરિવારના પોર્ટફોલિયામાં વધુ એક કંપની ઉમેરાઈ
વિશ્વના અમીર વ્યક્તિ મુકેશ અંબાણી સતત પોતાનો બિઝનેસ વધારી રહ્યા છે.ત્યારે આ દરમિયાન રિલાયન્સ રિટેલ એક પછી એક સોદા કરીને આ ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી રહી છે.ત્યારે અંબાણીના પોર્ટફોલિયોમા વધુ એક મોટી કંપનીનો ઉમેરો થયો છે.જેમાં ચોકલેટ મેકર લોટસ ચોકલેટ રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે આ કંપનીમાં 51 ટકા હિસ્સો ખરીદ્યો છે અને કંપની દ્વારા તેનુ અધિગ્રહણ પૂર્ણ થયું હોવાની માહિતી શેર કરી છે.લોટસ ચોકલેટ કંપની લિમિટેડમા રૂ.74 કરોડમાં મોટો હિસ્સો ખરીદીને સોદો પૂર્ણ કર્યો છે.આ ડીલ હેઠળ આર.સી.પી.એલએ લોટસ ચોકલેટના નોન-ક્યુમ્યુલેટિવ રિડીમેબલ પ્રેફરન્સ શેર માટે રૂ.25 કરોડ ચૂકવીને કંપનીનું નિયંત્રણ મેળવ્યું છે.ત્યારે રિલાયન્સ તરફથી કહેવામાં આવ્યું છે કે 24 મેથી કંપનીની કમાન સંભાળી લેવામાં આવી છે.આર.આર.વી.એલે મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની છે અને આર.આઈ.એલ જૂથ હેઠળના તમામ રિટેલ વ્યવસાયો માટે હોલ્ડિંગ કંપની છે.ત્યારે રિલાયન્સ અને લોટસ વચ્ચેના આ સોદાની જાહેરાત ગયા વર્ષે 29 ડિસેમ્બર 2022ના રોજ કરવામાં આવી હતી.આ ડીલ પર રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ, લોટસ ચોકલેટ કંપની લિમિટેડના પ્રકાશ પી પાઈ,અનંત પી પાઈ અને લોટસ પ્રમોટર ગ્રુપના અન્ય સભ્યો દ્વારા હસ્તાક્ષર કરવામા આવ્યા છે.આમ ચોકલેટ કંપની લોટસની સ્થાપના વર્ષ 1988માં કરવામાં આવી હતી અને તે કોકા અને ચોકલેટ ઉત્પાદનો સપ્લાય કરે છે.