ઈટાલીમાં ભારતીય યુવકનું મોત, મશીનમાં હાથ આવી જતા માલિકે સારવાર બદલે નદી કિનારે ફેકી દીધો

ગુજરાત
ગુજરાત

ઈટાલીમાં 31 વર્ષીય ભારતીય મજૂરનો હાથ મશીનમાં આવતા કપાઈ ગયો છે. આશ્ચર્યની વાત એ છે કે, મજૂરનો હાથ કપાયા બાદ તેની સારવાર કરવાને બદલે તેના માલિકે તેને રસ્તાના કિનારે ફેંકી દીધો હતો, જેના કારણે તેનું કરૂણ મોત નીપજ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે રોમ પાસે લેઝિયોમાં શાકભાજીના ખેતરમાં કામ કરતી વખતે ભારે મશીનમાં ફસાઈ જતાં સતનામ સિંહનો હાથ કપાઈ ગયો હતો. રોમમાં ભારતીય દૂતાવાસે બુધવારે ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું કે તે ઇટાલીના લેટિનામાં એક ભારતીય નાગરિકના કમનસીબ મૃત્યુના સમાચારથી વાકેફ છે.

આપણે જણાવી દઈએ કે સતનામ સિંહ પંજાબનો રહેવાસી હતો. ઇટાલિયન મીડિયાના અહેવાલો અનુસાર, સિંઘના એમ્પ્લોયર એન્ટોનેલો લોવાટોએ તેમને અને તેમની પત્નીને એક વાનમાં બેસાડી દીધા અને તેમને તેમના ઘરની નજીક રોડ કિનારે છોડી દીધો હતો. પીડિતને દોઢ કલાક સુધી સારવાર મળી ન હતી. તેને એરલિફ્ટ કરીને રોમની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ બુધવારે તેનું અવસાન થયું. લોવાટોની હવે આ કેસમાં તપાસ કરવામાં આવી રહી છે, તેના પર ગુનાહિત બેદરકારી અને માનવવધનો આરોપ લગાવવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.