ઓડિશામાં બે બસ વચ્ચે અકસ્માત સર્જાયો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ઓડીસા રાજ્યના ગંજમ જિલ્લાના દિગપહાંડી પોલીસ સીમા હેઠળ ખેમુંડી કોલેજ પાસે મોડી રાત્રે બસ અકસ્માત થયો હતો.જેમાં 10 લોકોના મોત થયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા.જેમાં લગ્ન સમારોહની રાયગડાથી ભુવનેશ્વર જઈ રહેલી બસ દિગપહાંડીમાં ખેમુંડી કોલેજ પાસે સરકારી બસ સાથે અથડાઈ હતી.જે ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.જેમા ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે બરહામપુર એમ.કે.સી.જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ગંજમ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ દિવ્યા પરિદાને જણાવ્યું હતું કે માર્ગ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા,જ્યારે 8 લોકો ઘાયલ થયા હતા.બીજીતરફ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ગંજમ જિલ્લામાં બસ દુર્ઘટનામાં લોકોના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોને રૂ.3 લાખની વળતરની જાહેરાત કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.