અમૃતસરની ગુરુનાનક હોસ્પિટલમાં આગ લાગી
પંજાબના અમૃતસરની ગુરુનાનક હોસ્પિટલમાં આગ લાગી છે.ત્યારબાદ અફરા-તફરીનો માહોલ સર્જાયો છે.જેમા આગ લાગવાનુ કારણ જાણી શકાયુ નથી.આગ એટલી ઝડપથી ભડકી કે કોઈને બહાર નીકળવાની તક મળી નથી.દર્દીઓથી બૂમરાડ મચી ગઈ છે.ત્યારે ઘટનાસ્થળ પર ફાયર વિભાગની ટીમ પહોંચી ગઈ છે.જે ટીમ આગને કાબૂમાં મેળવવાનો પ્રયત્ન કરી રહી છે.આમ હોસ્પિટલની પાછળ લાગેલા ટ્રાંસફોર્મરમાં અચાનક આગ લાગવાથી દુર્ઘટના વિકરાળ થઈ ગઈ છે.પહેલા એક ટ્રાન્સફોર્મરમાં આગ લાગી ત્યારબાદ બીજી તરફ જોતા આગનો ધૂમાડો સમગ્ર હોસ્પિટલમાં ફેલાઈ ગયો હતો.જેના કારણે દર્દીઓમાં અફરા-તફરી મચી ગઈ અને તેઓ પોતાના સંબંધીઓની સાથે બહાર રસ્તા તરફ ભાગ્યા હતા.