અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈન્ય પાછું જશે પછી કાશ્મીરમાં આતંકવાદ વધવાની ભીતિ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય 32

અમેરિકન ડિફેન્સ થિન્ક ટેન્ક ફાઉન્ડેશન ફોર ડિફેન્સ ઓફ ડેમોક્રેસીઝના અહેવાલમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈન્ય પાછું ફરશે પછી કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ વધે તેવી પૂરી શક્યતા છે. પાક. પ્રેરિત આતંકવાદીઓ વધારે સક્રિય થશે.

ફાઉન્ડેશન ફોર ડિફેન્સ ઓફ ડેમોક્રેસીસની ધ લોન્ગ વોર જર્નલના અહેવાલમાં કહેવાયું હતું કે અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકવાદીઓ વધારે મજબૂત થશે તેનાથી પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી સંગઠનોને પણ પ્રોત્સાહન મળશે. અમેરિકન સૈન્યની અફઘાનિસ્તાનમાંથી પીછેહઠ થઈ છે તેને આતંકવાદી સંગઠનોમાં તાલિબાની આતંકવાદીઓની જીત ગણવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ વધારે આક્રમક બનશે.

કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ કરતાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી સંગઠનો વધારે સક્રિય થશે એવો મત આ થિન્ક ટેન્કે આપ્યો હતો. ધ લોન્ગ વોર જર્નલના એડિટર બિલ રોગિઓએ ઓપિનિયન આપતા લખ્યું હતું કે અમેરિકન પ્રમુખ જો બાઈડેને અફઘાનિસ્તાનમાંથી સૈન્ય પાછું ખેંચવાનો જે નિર્ણય કર્યો છે તેની અસર આખા વિસ્તારમાં થશે. ૨૦ વર્ષથી અમેરિકાની હાજરી અફઘાનિસ્તાનમાં હતી, તેના કારણે આતંકવાદીઓ કાબૂમાં રહેતા હતા. હવે જ્યારે સપ્ટેમ્બર સુધીમાં અમેરિકાના તમામ સૈનિકો પાછા ફરી જશે પછી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠનોમાં અમેરિકાનો ડર ખતમ થઈ જશે. તેના કારણે આ આતંકવાદીઓ બમણાં જોશથી સક્રિય થાય તેવી પૂરી શક્યતા છે.

અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠનો પર લાંબાં સમયથી નજર રાખનારા અમેરિકન એક્સપર્ટનું માનવું છે કે અફઘાનિસ્તાનમાં જેવી રીતે તાલિબાની આતંકવાદીઓ સરકાર સામે દબાણ લાવવામાં સફળ થયા છે તેને ધ્યાનમાં રાખીને પાક પ્રેરિત અન્ય આતંકવાદી સંગઠનો પણ કાશ્મીર વધારે જોશ સાથે આતંકવાદી પ્રવૃતિને અંજામ આપશે. આવી સ્થિતિમાં ભારતના સુરક્ષાદળોની જવાબદારી વધી જશે.

અમેરિકન થિન્ક ટેન્કે ભારતના સુરક્ષાદળોને સપ્ટેમ્બર પછી આતંકવાદી સંગઠનો સામે વધારે એલર્ટ રહેવાની સલાહ આપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.