અમેરિકન રાજદૂતે ‘તૌબા, તૌબા’ ગીત પર કર્યો જોરદાર ડાન્સ, જુઓ
ભારતમાં દિવાળીની ઉજવણીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. 31મી ઓક્ટોબરે દેશભરમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવશે. તમને જણાવી દઈએ કે દિવાળી માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી પ્રખ્યાત તહેવારોમાંનો એક છે. અમેરિકામાં પણ દિવાળીના તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં અમેરિકાના રાજદૂત એરિક ગારસેટ્ટીએ પણ હવે આવો જ ઉત્સાહ દર્શાવ્યો છે. યુએસ એમ્બેસીમાં દિવાળી સેલિબ્રેશન દરમિયાન ડાન્સ કરતા એરિક ગારસેટીનો એક વીડિયો સામે આવ્યો છે.