
અમેરિકા અને યુરોપ એક કલાક જતા રહેશે પાછળ
નવી દિલ્હી, દુનિયાના ઘણા દેશોમાં ઘડિયાળના કાંટા એક કલાક પાછળ થશે. એટલે કે સમય એક કલાક પાછળ કરી દેવામાં આવશે. અમેરિકા, કેનેડા, કયુબા સહિત યુરોપના ઘણા દેશોમાં આવું થશે. આ દેશોમાં ૫ નવેમ્બરે ઘડિયાળને એક કલાક પાછળ કરી દેવાશે. આ ડેલાઇટ સેવિંગ ટાઇમ માટે કરવામાં આવશે. આ દેશોમાં ઘડિયાળના કાંટાને વર્ષમાં બે વાર આગળ-પાછળ કરવામાં આવે છે. ડેલાઇટ સેવિંગ ટાઇમ સૌપ્રથમ વર્ષ ૧૭૮૪માં બેન્જામિન ફ્રેક્નલિન દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. જો કે, તેનો વર્તમાન ખ્યાલ ન્યૂઝીલેન્ડના વૈજ્ઞાનિક જ્યોર્જ હડસને આપ્યો હતો.
જ્યોર્જ હડસને ૧૮૯૫માં સમયને બે કલાક આગળ અને પાછળ ખસેડવાનો પ્રસ્તાવ મૂકયો હતો. તેનો હેતુ એ હતો કે તેઓ ઉનાળામાં થોડો સમય સૂર્યપ્રકાશમાં વિતાવી શકે. ડેલાઇટ સેવિંગ ટાઇમનો ખ્યાલ પણ પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન અપનાવવામાં આવ્યો હતો. આ એટલા માટે હતો કે લોકો વધુ સમય માટે ઘરની બહાર રહે છે અને તેનાથી ઉર્જા બચાવી શકાય. શરૂઆતમાં ડેલાઇટ સેવિંગનો કોન્સેપ્ટ ઉનાળા દરમિયાન અપનાવવામાં આવતો હતો પરંતુ બાદમાં તે તે શિયાળા દરમિયાન પણ થવા લાગ્યું. ઉનાળા દરમિયાન સમય એક કલાક આગળ વધે છે અને શિયાળામાં તે એક કલાક પાછળ ખસેડવામાં આવે છે.
ડેલાઇટ સેવિંગ ટાઈમ એ ઉનાળાના મહિનાઓમાં ઘડિયાળોને એક કલાક આગળ ખસેડવાની પ્રથા છે જેથી સાંજના લાંબા સમય સુધી દિવસનો પ્રકાશ રહે. અમેરિકામાં ડેલાઇટ સેવિંગ ટાઈમ ૫ નવેમ્બરે સવારે ૨ વાગ્યે સમાપ્ત થઈ રહ્યો છે. તે સમયે ઘડિયાળ એક કલાક પાછળ ફેરવવામાં આવશે. યુકે અને અન્ય યુરોપિયન દેશોમાં તે ૨૯ ઓક્ટોબરના રોજ સમાપ્ત થઈ ગયું છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં ડેલાઇટ સેવિંગ ટાઇમ હંમેશા માર્ચના બીજા રવિવારે શરૂ થાય છે અને નવેમ્બરના પહેલા રવિવારે સમાપ્ત થાય છે. જ્યારે યુકે અને યુરોપિયન દેશોમાં તે માર્ચના છેલ્લા રવિવારથી ઓક્ટોબરના છેલ્લા રવિવાર સુધી ચાલે છે.
તેને આ રીતે સમજો કે માર્ચમાં ઘડિયાળના કાંટા એક કલાક આગળ અને ઓક્ટોબર-નવેમ્બરમાં એક કલાક પાછળ ખસેડી દેવામાં છે. અમેરિકામાં આ કાયદો ૧૯૬૬માં રજૂ કરવામાં આવ્યો હતો. આ પછી જ ઘડિયાળના કાંટાને વર્ષમાં બે વાર એક કલાક આગળ અને પાછળ ખસેડવામાં આવે છે. આમ કરવા પાછળનો તર્ક એ છે કે તેનાથી ખેડૂતોને ફાયદો થશે. જો કે, ખેડૂતો પોતે જ આનો વિરોધ કરે છે, કારણ કે તે તેમના સમયપત્રકને ખલેલ પહોંચાડે છે. અમેરિકાના ઘણા રાજ્યોમાં ડેલાઇટ સેવિંગ ટાઈમ ફોલો કરવામાં આવતો નથી. જાપાને ૨૦૨૦ ઓલિમ્પિક માટે આમ કરવાનો પ્રસ્તાવ મૂકયો હતો, પરંતુ વિરોધને કારણે તેનો અમલ કરાયો નહોતો.