
પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું તમામ સ્કૂલોમાં લાઈવ પ્રસારણ કરવામાં આવશે
વિદ્યાર્થીઓ પરીક્ષાના સમયે તાણમુક્ત રહે તે માટે વડાપ્રધાન મોદી આગામી 27મી જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચાવિષયે સંવાદ કરવાના છે.ત્યારે આ કાર્યક્રમનું પ્રત્યેક સ્કૂલમાં જીવંત પ્રસારણ કરવાનું છે.ત્યારે શિક્ષણ વિભાગ તેનું સૂક્ષ્મ નિરીક્ષણ કરી રહ્યું છે.પરીક્ષા પે ચર્ચાને પગલે રાજ્યમાં ધો.9 થી 12ના વિદ્યાર્થીઓ માટે ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કરવું અને તેમાં પણ શિક્ષણ વિભાગે વધુમાં વધુ વિદ્યાર્થીઓને સહભાગી કરી લેવા.આ સ્પર્ધામાં દસ વિષય રાખી ત્રણ વિજેતા સહિત 10 પ્રોત્સાહન અને 25 અન્ય વિશેષ બક્ષીસ આપવા જણાવ્યું હતું.વિદ્યાર્થીઓ પરીક્ષાના સમયે ચિંતામુક્ત રહે અને શાંતિથી ભયમુક્ત થઈને પરીક્ષા આપે અને ઉત્તમ પરિણામ લાવી શકે તે માટે ગત થોડાં વર્ષોથી વડાપ્રધાન મોદી વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ સાથે પરીક્ષા પે ચર્ચાનું આયોજન કરે છે.જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.ત્યારે આ વર્ષે આ ઉપક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહભાગી થવાની અપેક્ષા જોવા મળી રહી છે.