દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યું, 2 મહિના એલર્ટ, સવાર-સાંજ ફરવાનું બંધ કરો, બારી-બારણાં ખોલશો નહીં

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય 21

રાજધાની દિલ્હીની હવા હવે અત્યંત ખરાબ થઇ ચૂકી છે. તાજેતરના દિવસોમાં દિલ્હીમાં PM2.5 કણોનું પ્રમાણ ઝડપથી વધ્યું છે, જેના કારણે દિલ્હીવાસીઓને સ્વાસ્થ્ય સંબંધી તકલીફો થવાની શક્યતા છે. નિષ્ણાતોના જણાવ્યાનુસાર સ્થાનિક લોકોએ ઓછામાં ઓછું ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયા સુધી અગત્યના કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઇએ, કેમ કે આવી ખરાબ હવા વચ્ચે લાંબા સમય સુધી ઘરની બહાર રહેવાથી ફેફસાંની અને શ્વાસની બીમારીઓ થઇ શકે છે.

દિલ્હીની હવા કેટલી ખરાબ છે તેનો અંદાજ એ બાબત પરથી લગાવી શકાય તેમ છે કે શુક્રવારે સવારે દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 342 હતો જ્યારે મુંબઇનો માત્ર 67. દેશના બે મહાનગરમાં હવાની ગુણવત્તા વચ્ચેનો આટલો મોટો તફાવત સ્પષ્ટ દર્શાવે છે કે દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ ઘણી ભયાવહ થઇ શકે છે.

સફર એજન્સીએ દિલ્હીવાસીઓને સવારે અને સાંજે ટહેલવા નીકળવાનું બંધ કરવા, બપોર સિવાયના સમયે ઘરની બારીઓ બંધ રાખવા, અગત્યના કામ માટે જ અને તે પણ એન-95 કે પી-100 માસ્ક પહેરીને જ ઘરની બહાર નીકળવા, એક્સરસાઇઝ બંધ કરવા, જોગિંગના બદલે વૉક કરવા, ઘરમાં લાકડાં, મીણબત્તી તથા અગરબત્તી ન સળગાવવા, અસ્થમાના દર્દીઓએ હંમેશા દવા સાથે રાખવા તથા ઘરમાં કચરો ન વાળતાં માત્ર પોતું કરવા સહિતની સલાહ આપી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.