
રશિયામા ફસાયેલા મુસાફરો માટે એર ઈન્ડિયા બીજી ફ્લાઇટ મોકલશે
રશિયાના મગદાનમા એર ઈન્ડિયાના બોઈંગ વિમાનના ઈમરજન્સી લેન્ડિંગ બાદ ત્યાં ફસાયેલા મુસાફરો પર કેન્દ્ર સરકાર ચાંપતી નજર રાખી રહી છે.જેમાં એર ઈન્ડિયાની બીજી ફ્લાઈટ આજ બપોરે 1 વાગ્યે મગદાન માટે રવાના થશે,જે ફસાયેલા મુસાફરોને સાન ફ્રાન્સિસ્કોથી લઈને રવાના થશે.જ્યારે બીજીતરફ અમેરિકા પણ આ સમગ્ર મામલે નજર રાખી રહ્યું છે કારણ કે વિમાનમાં કેટલાક અમેરિકન નાગરિકો પણ હોવાની શક્યતા જોવા મળી રહી છે.જેમાં અમેરિકન મુસાફરો કેટલા છે તે અંગે કોઈ સ્પષ્ટ આંકડો જણાવાયો નથી.આમ વર્તમાનમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને અમેરિકાએ યુક્રેનને યુદ્ધમાં સાથ આપ્યો છે.જેના લીધે રશિયા તેનો ખુલ્લેઆમ વિરોધ કરે છે.મગદાન નાનો વિસ્તાર છે જે એરપોર્ટની આજુબાજુ પૂરતી સંખ્યામાં હોટેલો પણ નથી એવામાં આ યાત્રીઓને એરપોર્ટની નજીકની સ્કૂલમાં રખાયા છે.