રાજસ્થાનમાં એરફોર્સનું MiG-21 ક્રેશ:ફાઈટર જેટ ઘર ઉપર પડ્યું; 3 મહિલાનાં મોત
સોમવારે સવારે હનુમાનગઢમાં MiG-21 ફાઈટર જેટ ક્રેશ થયું હતું. હનુમાનગઢમાં બહલોલ નગર વિસ્તારમાં એક ઘર ઉપર ફાઈટર જેટ ક્રેશ થયું હતું. તે ઘરમાં રહેતી 3 મહિલાનાં મોત થયાં છે. પોલીસે જણાવ્યું કે પાઇલટ સુરક્ષિત છે. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે ઊમટી પડ્યા હતાં. સૂત્રોના જણાવ્યા અનુસાર, મિગએ સુરતગઢથી ઉડાન ભરી હતી.
એરફોર્સે કહ્યું કે MiG-21 ટ્રેનિંગ ઉડાન ભરી રહ્યું હતું અને સુરતગઢ પાસે તે ક્રેશ થયું. પાઇલટ સુરક્ષિત છે અને તેને સામાન્ય ઈજાઓ થઈ છે. અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.
ફાઈટર પ્લેન દુર્ઘટનામાં બશોકૌર (45) રતન સિંહ ઉર્ફે રતિરામ રાય શીખની પત્ની, બંતો (60) લાલ સિંહ રાય સિંહની પત્ની અને લીલા દેવી (55) રામ પ્રતાપનાં પત્નીનું મૃત્યુ થયું છે. પાઇલટ રાહુલ અરોડા (25)એ પેરાશૂટ દ્વારા કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. પાઇલોટને સુરતગઢ ખસેડવામાં આવ્યો છે.