સીધી પેશાબકાંડના પીડિત દશમત રાવતનું નિવેદન આવ્યું સામે, હવે સરકાર પાસે કરી રહ્યા છે આ માંગ 

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મધ્યપ્રદેશ સિધી પેશાબની ઘટનાને કારણે ચર્ચામાં છે. હવે પેશાબની ઘટનાનો ભોગ બનેલા દશમત રાવતનું નિવેદન સામે આવ્યું છે અને તેણે આ ઘટના અંગે પોતાનો પક્ષ રાખ્યો છે. આ સાથે દશમતે આરોપી પ્રવેશ શુક્લાને મુક્ત કરવાની વિનંતી કરી છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ મધ્યપ્રદેશના સિધી જિલ્લામાં એક આદિવાસી યુવત દશમત રાવત પર પેશાબ કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જે બાદ પોલીસે પ્રવેશ શુક્લાની ધરપકડ કરી હતી.

પેશાબકાંડનાં પડિત દશમત રાવતે રાજ્ય સરકારથી આ કૃત્યમાં સામેલ આરોપી પ્રવેશ શુકલાને મુક્ત કરવા વિનંતી કરતા દશમત રાવતે કહ્યું કે તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો છે. આદિવાસી સમુદાયથી આવાનારા પીડિતા દશમત રાવત પર પેશાબ કરવાના આરોપી પ્રવેશ શુક્લાની પોલીસે બુધવારે ધરપકડ કરી હતી. આ ઘટનાનો વીડિયો મંગળવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના પગલે પોલીસે આરોપી વિરુદ્ધ કેસ નોંધીને તેની ધરપકડ કરી હતી.

આરોપી પ્રવેશ શુક્લા પર કાર્યવાહી

ભારતીય દંડ સંહિતા અને SC/ST અધિનિયમ ઉપરાંત, આરોપી પ્રવેશ શુક્લા સામે કડક રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) હેઠળ પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પ્રવેશ શુક્લા હાલમાં સિધી જેલમાં બંધ છે. સીધીમાં પ્રવેશ શુક્લાના ઘરનો કથિત ગેરકાયદે ભાગ પણ તોડી પાડવામાં આવ્યો છે.

જ્યારે આરોપી પ્રવેશ શુક્લા સામે કરવામાં આવેલી કાર્યવાહી વિશે પૂછવામાં આવ્યું ત્યારે દશમત રાવતે કહ્યું, ‘હું સરકાર પાસે માંગ કરું છું કે આરોપી દ્વારા ભૂલ થઈ છે. હવે પ્રવેશ શુક્લાને મુક્ત કરવો જોઈએ. ભૂતકાળમાં ભલે ગમે તે થયું હોય, પણ તેને પોતાની ભૂલનો અહેસાસ થયો છે. જ્યારે અપમાનજનક કૃત્ય હોવા છતાં આરોપીની મુક્તિની માંગણી વિશે પૂછવામાં આવ્યું ત્યારે દશમત રાવતે કહ્યું, “હા, હું સંમત છું… તે અમારા ગામના પંડિત છે, અમે સરકાર પાસે તેમને મુક્ત કરવાની માંગણી કરીએ છીએ.”

પીડિત દશમત રાવતે એમ પણ કહ્યું હતું કે ગામમાં રોડ બનાવવા સિવાય તે સરકાર પાસેથી કંઈ માંગતો નથી. જણાવી દઈએ કે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગુરુવારે પીડિતને ભોપાલ બોલાવ્યો અને અને મુખ્યમંત્રીએ તેના પગ ધોયા હતા. આ સાથે તેણે આ અપમાનજનક ઘટના માટે માફી પણ માંગી હતી. આ સાથે, રાજ્ય સરકારે પીડિતને 5 લાખ રૂપિયાની આર્થિક સહાય પણ મંજૂર કરી હતી અને તેના ઘરના બાંધકામ માટે 1.5 લાખ રૂપિયાની વધારાની રકમ પણ આપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.