મુંબઈમાં બીજી લહેર પછી સૌથી વધુ 757 નવા પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મુંબઈ અને દિલ્હીમાં કોરોનાની બીજી લહેર પછી પહેલી વખત સંક્રમણમાં એકાએક વૃદ્ધિ જોવા મળી છે. મુંબઈમાં શનિવારે ફરી એકવખત 757 નવા કેસ નોંધાયા છે. 24 જૂન પછી મુંબઈમાં સંક્રમણનો આ આંકડો મોટો છે. આ પહેલાં ગુરૂવાર અને શુક્રવારે પણ અહીં 600થી વધુ કેસ મળ્યાં છે.

આ બાજુ દિલ્હીમાં પણ કોરોનાની બીજી લહેર પછી નવા કેસમાં એકાએક વધારો જોવા મળ્યો છે. શુક્રવારે અહીં કોરોનાના 249 કેસ મળ્યાં હતા. છેલ્લાં 6 મહિના પછી અહીં 38%નો વધારો થયો છે. શુક્રવારે પણ અહીં 180 કેસ સામે આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.