
ઈનકાર બાદ મંદિરના પૂજારીઓએ દાન માટેનાQRકોડની વાત સ્વીકારી
દહેરાદૂન, બદ્રીનાથ અને કેદારનાથ મંદિરના પ્રવેશ દ્વાર પર કયૂઆર કોડથી દાન માગતું બોર્ડ મૂકવામાં આવ્યું હતું. આ બોર્ડ કોણે મૂકયું એ અંગે મંદિરની સમિતિએ કહ્યું હતું કે, એના વિશે તેઓ કંઈ પણ જાણતા નથી. ત્યારે હવે બદ્રીનાથ અને કેદારનાથ મંદિર સમિતિ કે જે ઉત્તરાખંડમાં લોકપ્રિય મંદિરોની બાબતોનું સંચાલન કરે છે, તેઓએ મંગળવારે જણાવ્યું હતું કે, આ મુદ્દે થોડી ગેરસમજણ થઈ હતી. સમિતિએ હવે સ્વીકાર્યું છે કે, તેમનું ૨૦૧૮થી ઓનલાઈન દાન માટે પેટીએમ સાથે જોડાણ છે અને કંપનીએ આવા નાના બોર્ડ લગાવી રહી છે.
રાજ્ય સમર્થિતBKTCએ એવું પણજણાવ્યું કે, ૨૦૧૮થી કયૂઆર કોડ દ્વારા કુલ રુપિયા ૬૭ લાખનું ઓનલાઈન દાન પણ પ્રાપ્ત થયું છે.BKTCચીફ અજેન્દ્ર અજયે પોતાના અગાઉના નિવેદનમાં સ્પષ્ટણપણે જાળવી રાખ્યું હતું. જેમ કે સોમવારે અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો કે, સમિતિના સભ્યોએ ચાર ધામ યાત્રાના શરુઆતના દિવસે કયૂઆર કોડ જોયા હતા અને તેમની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.
તેઓએ જણાવ્યું હતું કે, તેઓએ આંતરીક તપાસ હાથ ધરી હતી અને પુષ્ટિ થઈ હતી કે, બીકેટીસીનું આ મામલે કોઈ લેવા દેવા નથી. વાસ્તવમાં અમે અમારા નાણાકીય વ્યવહાર માટે પેટીએમનો ઉપયોગ કરતા નથી. તેઓએ ધ્યાન દોર્યું કે, કેટલાંક અજાણ્યા વ્યક્તિઓનો આ પાછળ હાથ હોઈ શકે છે. બીકેટીસીના મીડિયા ઈન્ચાર્જ હરીશ ગૌરે જણાવ્યું કે, આ થોડી ગેરસમજ હતી અને હવે તે દૂર થઈ ગઈ છે. પેટીએમ દેશભરના મુખ્ય મંદિરોમાં દાન માટે ડિજિટલ પ્લેટફોર્મ પુરું પાડે છે. ૨૦૧૭માં યોજાયેલી એક બેઠકમાં કેદારનાથમાં પણ ઓનલાઈન દાનની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.
જેના પગલે બંને પક્ષો દ્વારા ૨૦૧૮માં એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ત્યારથી પેટીએમ કેદારનાથ ખાતે કયૂઆર કોડ સાથે નાના સાઈન બોર્ડ લગાવી રહ્યું છે. તેઓએ ધ્યાન દોર્યું કે, ચાલુ યાત્રા દરમિયાન પેટીએમ દ્વારા કેદારનાથ અને બદ્રીનાથ મંદિરોમાં કયૂઆર કોડડે સાઈન બોર્ડ જે કદમાં મોટા હતા તે સ્થાપિત કરવામાં આવ્યા હતા. પરંતુ સાઈન બોર્ડ સેટ કરતા પહેલાં પેટીએમ તરફથી કોઈએ બીકેટીસી વરિષ્ઠ અધિકારીઓને તેની સાઈઝ કે સ્થાન વિશે કોઈ મૌખિક રીતે અથવા કોઈપણ પત્ર દ્વારા જાણ કરવામા આવી નહોતી, એવું ગૌરે કહ્યું હતું.