આગામી સમયમાં પીએમ મોદી બ્લેન્ડેડ પેટ્રોલ લોન્ચ કરશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

પીએમ મોદી આગામી સમયમાં બેંગ્લોરમા ઇ-20 લોન્ચ કરવા જઈ રહ્યા છે.જેમાં 20 ટકા ઈથેનોલ મિશ્ર કરવામાં આવે છે.ત્યારે આ ઇ-20ને બ્લેન્ડેડ પેટ્રોલ તરીકે પણ ઓળખવામાં આવે છે.ત્યારે જો સામાન્ય પેટ્રોલના સ્થાને આ પ્રકારના પેટ્રોલનો ઉપયોગ કરવામાં આવશે તો મુખ્યત્વે બે ફાયદા થઈ શકે છે.જેમાં પ્રથમ વિદેશોથી કરવામાં આવતી આયાતમાં ઘટાડો થઈ જશે અને સૌથી મોટો ફાયદો પ્રદૂષણમાં મોટાપાયે ઘટાડો થશે.આમ ઈન્ડિયા એનર્જી વીક કોન્ફરન્સ દરમિયાન નોઝલ દબાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ઈંધણને લોન્ચ કરવા જઈ રહ્યા છે.ત્યારે પ્રથમ તબક્કે દેશના વિવિધ રાજ્યોમાં અત્યારે પ્રાથમિક ધોરણે લગભગ 67 પેટ્રોલ પમ્પ પર ઇ-20નું વેચાણ શરૂ કરવામાં આવશે.ત્યારે આ અગાઉ 2014માં 1.4 ટકા ઈથેનોલ બ્લેન્ડિંગ સાથે શરૂઆત કરવામાં આવી હતી.નવેમ્બર 2022 સુધીમાં આ મિશ્રણ વધીને 10 ટકા સુધી પહોંચી ગયુ હતું.જે અંગે પહેલા એવી યોજના હતી કે વર્ષ 2030 સુધીમાં 20 ટકા બ્લેન્ડિંગ કરવામાં આવશે,પરંતુ તેમાં સુધારો કરીને 2025 અને 2023નો નિર્ણય લેવામાં આવ્યો હતો.જેમાં તેમણે વધુમાં જણાવ્યુ હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આ સરકાર ક્લીન એનર્જી ટ્રાન્ઝિશનને પ્રાથમિકતા આપે છે તેમજ પર્યાવરણ પ્રત્યે પ્રતિબધ્ધ છે.ત્યારે આ પ્રતિબદ્ધતા અને સંકલ્પના ભાગરૂપે એથોનેલ બ્લેન્ડિંગ પ્રોગ્રામને ગતિ આપવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.