આગામી સમયમાં મુંબઈ મહાપાલિકા મચ્છરોને મારવા ડ્રોન ઉડાડશે
મુંબઇમાં ડેન્ગ્યૂ અને મલેરિયા જેવી બીમારી ફેલાવતા મચ્છરોનો નાશ કરવા માટે મહાપાલિકાએ ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરવાનો નિર્ણય કર્યો છે.ત્યારે મુંબઇની ઝૂંપડપટ્ટીઓથી માંડીને ઇમારતો,બંધ પડેલી કાપડ મિલો અને વિશાલ રેલ્વે યાર્ડમા ડ્રોનની મદદથી મચ્છર મારવાની દવાનો છંટકાવ કરવામાં આવશે.જે દવાના છંટકાવની શરૂઆત વરલીથી કરવાનો નિર્ણય કરવામા આવ્યો છે.જે દરેક ડ્રોન સાથે દવાનું 10 લીટરનું કેન જોડવામાં આવશે.જેમાં વરલી બાદ શહેરના અન્ય વિસ્તારોમાં પણ ડ્રોન ઉપયોગમાં લેવામાં આવશે.