
આગામી સમયમાં કાશ્મીર સહિતના સ્થળોએ હિમવર્ષા અને ભારે વરસાદનું એલર્ટ અપાયું
આગામી સમયમાં દેશના પશ્ચિમી ક્ષેત્રના ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છે.જેમાં ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 8 થી 10 ફેબ્રુઆરી વચ્ચે દેશના પશ્ચિમ ભાગમાં છૂટાછવાયાથી ભારે વરસાદ તેમજ હિમવર્ષા થવાની સંભાવના જોવા મળી રહી છે.જ્યારે જમ્મુ,કાશ્મીર,લદ્દાખ અને હિમાચલ પ્રદેશના ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થશે.જ્યારે ગુલમર્ગમાં 13 ઈંચથી વધુ બરફ પડ્યો હતો અને જમ્મુ અને કાશ્મીરના અન્ય ભાગોમાં સતત વરસાદ પડ્યો હતો.આ સિવાય હવામાન વિભાગ દ્વારા આગામી 9 અને 10 ફેબ્રુઆરીએ આ વિસ્તારમાં વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરવામાં આવી છે.જ્યારે 7 ફેબ્રુઆરી સુધી દેશના અરૂણાચલ પ્રદેશ,આસામ અને મેઘાલયના વિવિધ ભાગોમાં વીજળી તેમજ કરા સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.