
આગામી સમયમા ભારતીય વડાપ્રધાન અમેરિકા જશે
ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સમયમાં અમેરિકાની મુલાકાત લેશે અને તેમના સન્માનમાં પ્રમુખ જો બાઈડન વ્હાઈટ હાઉસમાં ડીનરનુ આયોજન કરશે.ત્યારે મોદીના કાર્યક્રમને અંતિમ રૂપ અપાઈ રહ્યું છે.આમ વર્ષના અંતે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની હોવાથી મોદીની મુલાકાત અંગે તારીખ વર્તમાનમા ફાઈનલ થશે.ભારત આ વર્ષે જી-20 દેશોનું યજમાન બન્યું છે અને પ્રમુખ પણ છે તેથી સપ્ટેમ્બર માસમાં દિલ્હીમાં જી-20 દેશોના રાષ્ટ્ર નેતાઓ ભારત આવશે.જેમા બાઈડન આવશે કે કેમ તે નિશ્ચીત નથી.બાઈડન બીજી ટર્મ માટે અમેરિકાની ચૂંટણી લડવા જઈ રહ્યા છે અને જો તેમને પક્ષનું નોમીનેશન મળશે તો તેઓ જી-20 મીટીંગ સ્કીપ કરી શકે છે.