આગામી સમયમાં ભારત ૧૦૦ કે-૯ વજ્ર ખરીદશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

પૂર્વીય લદ્દાખમાં ગલવાન હિંસા પછી વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીનના આક્રમણને જોતાં ભારતીય સૈન્યે તૈયારીઓ કરી છે.ત્યારે આગામી સમયમાં સૈન્ય વધુ ૧૦૦ ઓટોમેટિક કે-૯ વજ્ર તોપ ખરીદશે.આ સિવાય સૈન્ય ૧૫૫/૫૨ કેલિબર તોપની સ્વદેશી અત્યાધુનિક તોપ સિસ્ટમના બાકીના ટ્રાયલ્સ ઝડપથી પૂરા કરવામાં લાગ્યું છે.આમ અત્યાધુનિક કે-૯ વજ્ર તોપનો ઉપયોગ સ્વતંત્રતા દિવસે સેરેમોનિયલ ફાયરિંગ માટે કરાયો હતો.આ તોપ અંદાજે ૫૦ કિ.મી દૂર દુશ્મનના ઠેકાણાનો નાશ કરી શકે છે.૧૫૫ એમએમ-૫૨ કેલિબરની વધુ ૧૦૦ વજ્ર તોપ માટે નવો ઓર્ડર એલએન્ડટીને અપાશે. વર્ષ ૨૦૧૭માં એલએન્ડટીને મેક ઈન ઈન્ડિયા પહેલ હેઠળ ૧૦૦ કે-૯ વજ્ર બનાવવા માટે રૂ. ૪,૫૦૦ કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો તેના માટે દક્ષિણ કોરિયન કંપની હાન્વ્હા કોર્પોરેશન સાથે ટેક્નોલોજી ટ્રાન્સફર માટે હસ્તાક્ષર થયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.