ભારતમાં ડેન્ગ્યૂની સ્વદેશી રસી બનશે
ભારતમાં ડેન્ગ્યૂના કેસોમાં વર્ષોથી વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે ગયા વર્ષે જાન્યુઆરીથી ઓકટોબર 2022ની વચ્ચે 1 લાખથી વધુ કેસ જોવા મળ્યા છે.આમ ડેન્ગ્યૂના વધતા ગ્રાફ બાદ તેને કાબુમાં લેવા માટે રસીની ચર્ચા શરૂ થઈ છે.જે અંગે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ જણાવ્યુ છે કે આ રસી કેટલાક સમય સુધી બનાવવામાં આવશે અને તે કયારે બજારમાં આવવાની શકયતા છે.આમ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના સહયોગથી પેનેશિયા બાટોટેક દ્વારા વિકસિત ડેંગ્યુની રસીનો ત્રીજો તબકકો આગામી ઓગષ્ટ અને સપ્ટેમ્બરમાં શરૂ થવાની સંભાવના છે.ત્યારે આઈસીએમઆરએ દ્વારા ભારતની સીરમ ઈન્સ્ટિટયુટ સાથે એમઓયુ પર હસ્તાક્ષણ કરવામા આવ્યા છે.