
આગામી સમયમાં ચીન એન્ટાર્કટિકામાં રિસર્ચ સેન્ટર બનાવવાની તૈયારીમા લાગ્યું
ચીનની નજર એન્ટાર્કટિકા પર છે.જ્યાં તે ગ્રાઉન્ડ સ્ટેશન બનાવવાની તૈયારી કરી રહ્યું છે.જેમા ચીન પોતાના સ્પેસ મિશન માટે એવું સેન્ટર બનાવવા માંગે છે કે જ્યાંથી સેટેલાઇટ પર નજર રાખવી સરળ બની રહે.આમ અમેરિકા અને સોવિયેત સંઘ પછી ચીન ત્રીજો દેશ બની ગયો છે જેણે પોતાના લોકોને અવકાશમાં મોકલ્યા છે.આમ એન્ટાર્કટિકામા જે ગ્રાઉન્ડ સ્ટેશન બનાવવાનું ચીન વિચારી રહ્યું છે તેનાથી સમુદ્ર પર નજર રાખવા માટે તેના સેટેલાઇટના નેટવર્કને સપોર્ટ મળશે.આમ વર્ષ 2020માં ચીનના સ્પેસક્રાફટ અને તેના ડેટાને ટ્રાંસમિટ કરવા માટે સ્વીડનની સ્પેસ કંપનીએ પોતાના ગ્રાઉન્ડ સ્ટેશનમાંથી મદદ કરી હતી.પરંતુ સ્વીડને ચીનની સાથે પોતાનું કોન્ટ્રાક્ટ રિન્યુ કર્યુ નથી.જેમાં ભૌગોલિક-રાજનીતિને કારણે સ્વીડને ચીનની સાથે કામ કરવાનો ઇનકાર કર્યો છે.ચીન એરોસ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુ્પ કંપની એન્ટાર્કટિકામાં બે સ્થાયી રિસર્ચ સ્ટેશન બનાવવા જઇ રહ્યું છે.જેના માટે 6.53 મિલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ પ્રાપ્ત કર્યો છે.