
આગામી સમયમાં એટીએમમાંથી ઘઉં,ચોખા મળી શકશે
આગામી સમયથી સસ્તા અનાજ લેવા જતા લોકોએ અનાજ લેવા માટે લાઈનોમાં ઉભા રહેવુ નહી પડે.આમ એક એવુ પણ એટીએમ આવી ગયુ છે કે તેમાથી પૈસા નહી પરંતુ અનાજ મળી શકશે.જેમાથી ઘઉં,ચોખા પણ મળી શકશે.જેમા એટીએમ ઓટોમેટિક ટેલર મશીન દ્વારા અત્યારે પાઈલોટ પ્રોજેક્ટ તરીકે તેને અમલમાં મુક્યો છે.ત્યારે જો આ બરાબર ચાલશે તો દેશભરમાં સસ્તા અનાજની દુકાનમા એટીએમ લગાવવામાં આવશે અને આ પ્રોજેક્ટ અમલ કરવામાં આવશે.જેથી લોકોને લાઈનોમાં ઉભા રહેવાની ઝંઝટ નહી રહે.