ન્યૂયોર્ક બાદ હવે કેલિફોર્નિયામાં હિંદુ મંદિર પર હુમલો, હિંદુઓ ગો બેક લખેલા સૂત્રો
અમેરિકામાં ફરી એકવાર મંદિરને નિશાન બનાવવાના સમાચાર સામે આવ્યા છે. 10 દિવસમાં આ બીજી વખત છે જ્યારે કોઈ હિન્દુ ધાર્મિક સ્થળ પર હુમલો થયો છે. તાજેતરનો કેસ કેલિફોર્નિયાના સેક્રામેન્ટો કાઉન્ટીનો છે. સેક્રામેન્ટો માથેર એરપોર્ટની દક્ષિણે સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં બુધવારે પણ હિન્દુ વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. બદમાશોએ લખ્યું હતું ‘હિન્દુઓ ગો બેક’. એટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે વાંધાજનક શબ્દો પણ લખવામાં આવ્યા હતા.
મંદિર સાથે જોડાયેલી પાઈપલાઈન પણ કપાઈ હતી
જ્યારે સ્થાનિક અધિકારીઓને આ અંગેની માહિતી મળી તો તેઓએ સ્થળ પર જઈને તપાસ કરી. તેણે જોયું કે મંદિર સાથે જોડાયેલ પાઈપલાઈન પણ કપાઈ ગઈ હતી. આ પહેલા ન્યૂયોર્કના સ્વામી નારાયણ મંદિરમાં પણ આવી ઘટના બની હતી. આ પહેલા ન્યૂયોર્કના સ્વામી નારાયણ મંદિરમાં પણ આવી ઘટના બની હતી.
અમેરિકામાં હિંદુ મંદિર પર થયેલા હુમલા પર BAPS પબ્લિક અફેર્સે ‘X’ પર લખ્યું, છેલ્લા 10 દિવસમાં ન્યૂયોર્ક, સેક્રામેન્ટો અને CA વિસ્તારમાં અમારા મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ગત રાત્રે પણ હિન્દુ વિરોધી સૂત્રો લખીને અપવિત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
Tags Hindus New York temple attack