અમદાવાદમાં પછી PM હૈદરાબાદ પહોંચ્યા, અહીંયા ભારત બાયોટેકના પ્લાન્ટની મુલાકાત લેશે

ગુજરાત
ગુજરાત

વડાપ્રધાન મોદી આજે ત્રણ શહેરોમાં કોરોના વેક્સિનના પ્રોડક્શનનું રિવ્યૂ કરી રહ્યાં છે.વડાપ્રધાન મોદી હૈદરાબાદ પહોંચી ગયા છે.અહીંયા સ્વદેશી વેક્સિન ‘કોવેક્સિન’ બનાવી રહેલી કંપની ભારત બાયોટેકના રિસર્ચ સેન્ટરમાં જશે. અને પછી 4.30 વાગ્યે પુણેના સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા જશે.

જેના માટે સૌથી પહેલા તેઓ અમદાવાદ ગયા હતા. જ્યાં તેમણે ઝાયડ્સ બાયોટેક પાર્કની વિઝીટ કરી. આ દરમિયાન તેમણે વૈજ્ઞાનિકો સાથે પણ આ અંગેની ચર્ચા કરી હતી.

મોદીએ PPE કીટ પહેરીને ઝાયડ્સના પ્લાન્ટમાં કોરોનાની ટ્રાયલ વૅક્સિનનું નિરિક્ષણ કર્યું હતું. તેઓ અહીં એક કલાક જેટલું રોકાયા હતાં. ચાંગોદર હેલિપેડ પરથી વાયુસેનાના હેલિકોપ્ટર મારફતે રવાના થયાં હતાં.

હૈદરાબાદ
વેક્સિનનું નામઃ કોવેક્સિન
ફોર્મ્યુલાઃ ભારત બાયોટેક અને ICMR
બનાવનાર કંપનીઃ ભારત બાયોટેક
પ્લાન્ટઃ હૈદરાબાદ
સ્ટેટસઃ ટ્રાયલ ત્રીજા તબક્કામાં, જાન્યુઆરી સુધી પરિણામ આવવાની આશા

સ્વદેશી વેક્સિન‘કોવેક્સિન’ વિશે માહિતી લેવા માટે મોદી હૈદરાબાદ જશે. અહીંયા હાકિમપેઠ એરફોર્સ સ્ટેશન પર લેન્ડ કર્યા પછી તે ભારત બાયોટેક જશે. એક કલાક સુધી વેક્સિન બનાવનાર પ્લાન્ટ પર રોકાયા પછી પુણે માટે રવાના થશે.

ભારત બાયોટેકે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR)સાથે કોવેક્સિન બનવવા માટે હાથ મિલાવ્યો છે. હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજ અંબાલા કેન્ટની એક હોસ્પિટલમાં આ વેક્સિનના ડોઝ લગાવડાવી ચુક્યા છે. લાર્જ-સ્કેલ ટ્રાયલ્સમાં જો વેક્સિન ઈફેક્ટિવ સાબિત થઈ તો આગામી વર્ષની શરૂઆતમાં કંપની તેને રેગ્યુલેટરી અપ્રૂવલ માટે અરજી કરશે.

પૂણે
વેક્સિનનું નામઃકોવીશીલ્ડ
ફોર્મ્યુલાઃ ઓક્સફોર્ડ યુનિવર્સિટી/ બ્રિટિશ ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકા
બનાવનાર કંપનીઃ સિરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા
પ્લાન્ટઃ પુણે(મહારાષ્ટ્ર)
સ્ટેટ્સઃ ટ્રાયલ અંતિમ તબક્કામાં

સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કોરોના વેક્સિન કોવીશીલ્ડના પ્રોડક્શ માટે બ્રિટનની કંપની એસ્ટ્રાજેનેકા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે ભાગીદારી કરી છે. SII દુનિયામાં સૌથી વધુ વેક્સિન બને છે. એક્સપર્ટ્સ અને સરકારી અધિકારીઓનું માનવું છે કે ભારતમાં સૌથી પહેલા આ જ વેક્સિન મળશે.

કોવીશીલ્ડના અંતિમ તબક્કાના ટ્રાયલ્સ બે પ્રકારે કરવામાં આવ્યા છે. પહેલામાં 62% અસરદાર જોવા મળી, જ્યારે બીજામાં 90%થી વધું. સરેરાશ જોવામાં આવે તો ઈફેક્ટિવનેસ 70%ની આસપાસ રહી છે.

SIIના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સુરેશ જાધવે હાલમાં જ દાવો કર્યો હતો કે, અમે વેક્સિન બનાવવાનું શરૂ કરી દીધું છે. જાન્યઆરીથી અમે દર મહિના 5-6 કરોડ વેક્સિન બનાવવા લાગીશું. જાન્યુઆરી સુધી અમારી પાસે 8 થી 10 કરોડ ડોઝનો સ્ટોક તૈયાર હશે. સરકાર પાસેથી મંજૂરી મળશે તો અમે સપ્લાઈ શરૂ કરી દેશું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.