
આગામી એપ્રિલથી 15 વર્ષથી જૂના સરકારી વાહનો સ્ક્રેપ કરવામાં આવશે
આગામી 1 એપ્રિલથી કેન્દ્ર અને રાજ્ય સરકારના 15 વર્ષથી વધુ જૂના તમામ વાહનોની નોંધણી રદ કરી સ્ક્રેપ કરવામાં આવશે.જેમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયના નોટિફિકેશન અનુસાર આવા વાહનોમાં ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન અને જાહેરક્ષેત્રના એકમોની બસનો પણ સમાવેશ થાય છે.જેમાં દેશના રક્ષણ તેમજ કાયદો-વ્યવસ્થા અને આંતરિક સુરક્ષા માટે ઉપયોગમાં લેવાતા સ્પેશિયલ પરપઝ વ્હિકલને આ નિયમ લાગુ નહીં પડે.આમ બજેટ 2021-22માં વ્યક્તિગત વાહનો માટે 20 વર્ષ પછી ફિટનેસ ટેસ્ટની જોગવાઈ કરવામાં આવી હતી.જ્યારે કોમર્શિયલ વાહનોને 15 વર્ષ પછી આ નિયમ લાગુ પડે છે.જેમાં 1 એપ્રિલ 2022 થી લાગુ કરાયેલી નવી પોલિસી હેઠળ કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જૂના વાહનો સ્ક્રેપ થયા પછી ખરીદાયેલા નવા વાહનોના રોડ ટેક્સ પર 25 ટકા ટેક્સ રિબેટ આપશે.જૂના અને ખામીયુક્ત વાહનોની સંખ્યામાં ઘટાડો,વાયુ પ્રદૂષણ ઓછું કરવું,રોડ અને વાહનચાલકોની સુરક્ષામાં વધારો કરવો એ સ્ક્રેપેજ પોલિસીનો મુખ્ય હેતુ છે.જેમાં જૂના વાહનોએ ફરી રજિસ્ટ્રેશન કરાવતા પહેલાં ફિટનેસ ટેસ્ટમાથી પસાર કરવી જરૂરી છે.જેમાં સરકારની પોલિસી અનુસાર જૂના વાહનોનું ઓટોમેટેડ ફિટનેસ સેન્ટર પર ટેસ્ટિંગ કરાશે.જેમાં એમિશન ટેસ્ટ,બ્રેકિંગ સિસ્ટમ,સુરક્ષા કોમ્પોનન્ટ્સનો સમાવેશ થાય છે.જેમાં વાહન ઉત્પાદકો સ્ક્રેપિંગ સર્ટિફિકેટ આપનાર વ્યક્તિને નવા વાહનની ખરીદીમાં 5 ટકા ડિસ્કાઉન્ટ આપશે.આ ઉપરાંત નવા વાહનની રજિસ્ટ્રેશન ફી પણ માફ કરવામાં આવશે.