
આગામી 4 મેથી કેદારનાથ ધામમાં નવું રજીસ્ટ્રેશન કરવામાં આવશે
કેદારનાથ ધામ માટે શ્રદ્ધાળુઓ આગામી 4 મેથી નવું રજીસ્ટ્રેશન કરાવી શકશે.જેમાં ખરાબ હવામાનને જોતા નવું રજીસ્ટ્રેશન આગામી 3 મે સુધી રોકી દેવાયું છે.આ પહેલા 25 થી 30 એપ્રિલ દરમિયાન નવું રજીસ્ટ્રેશન રોકી દેવાયું હતું.મેના પ્રથમ સપ્તાહમાં કેટલાક દિવસો ભારે વરસાદ અને બરફવર્ષાની સંભાવના છે.જેમા હવામાનની આગાહીને લઈને પર્યટન વિભાગે કેદારનાથ ધામ માટે રજીસ્ટ્રેશનની નવી વ્યવસ્થા કરી છે.કેદારનાથમાં આજે રેકોર્ડબ્રેક સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચશે.જેમા 1 મે માટે 30,184 જેટલા શ્રદ્ધાળુઓએ દર્શન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.