આગામી 10મીએ મોદી નાથદ્વારામા શ્રીનાથજીના દર્શન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 10મીએ રાજસ્થાનમાં શ્રીનાથજીના દર્શન કરવા આવી રહ્યા છે.ત્યારે તેઓ આબુ રોડ પર એક જાહેરસભાને પણ સંબોધશે.જેઓ 10મી મેના રોજ દિલ્હી થી સીધા શ્રીનાથજી પહોંચશે જ્યાં તેઓ નાથદ્વારામાં ભગવાન શ્રીનાથજીના દર્શન કરશે ત્યારબાદ હેલીકોપ્ટર મારફત સિરોહી પહોંચશે અને માનપુર એર સ્ટ્રીપ અને બ્રહ્માકુમારી આશ્રમમાં જનસભાને સંબોધશે.