અફઘાનિસ્તાનમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
અફઘાનિસ્તાનમાં ફરી ધરા ધ્રુજી છે જેમા આજે બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.2 આંકવામાં આવી હતી.આમ નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા મુજબ ભૂકંપના આંચકા ભારતીય સમય મુજબ 3:21 વાગ્યે આવ્યા હતા.આ ભૂકંપના કારણે કોઈપણ પ્રકારની જાનહાનિ કે નુકશાન થયું નથી.