પટનાના રહેવાસી આદિત્ય પાંડેએ પૂરી કરી ચેલેન્જ, પ્રેમિકાને કહ્યું હતું કે, હુંIASબનીને બતાવીશ
નવી દિલ્હી, આદિત્ય પાંડે બિહારના પટનાના રહેવાસી છે. બે વાર નિષ્ફળતા હાથ લાગ્યા બાદ તેમણે આ વર્ષે જાહેર થયેલી યુપીએસસી એક્ઝામમાં આખરે સફળતા મેળવી હતી. દેશની સૌથી હાર્ડ એક્ઝામમાં તેમનો ૪૮મો રેક્ન આવ્યો છે. તેમનું બેકગ્રાઉન્ડ એન્જિનિયરિંગનું છે. એ પછી તેઓએ એમબીએ પણ કર્યું હતું. તેમના પરિવારની આર્થિક સ્થિતિ નબળી હતી. એક યુવતી સાથે આદિત્ય પ્રેમમાં હતા. પરંતુ તે તેમને છોડીને જતી રહી હતી.
એ વખતે આદિત્યને ખૂબ જ દુઃખ થયું હતું અને પોતાની પ્રેમિકાને ચેલેન્જ આપી હતી કે હવે તે આઈએએસ બનીને જ રહેશે. મહત્વની વાત તો એ છે કે, આદિત્યએ પોતાની ચેલેન્જ પૂરી કરી પણ બતાવી. આદિત્ય પરિવારમાં તેમની ત્રણ બહેનો અને એક ભાઈમાં સૌથી નાના છે. સૌથી નાના હોવાથી તેમને પરિવારનો પણ અઢળક પ્રેમ મળ્યો હતો. પટનામાં શરુઆતનો અભ્યાસ કર્યા બાદ તેઓ ત્યાં જ ચાલ્યા ગયા હતા. જો કે, સ્કૂલના અભ્યાસ દરમિયાન આદિત્યનું પ્રદર્શન ખૂબ જ નબળું હતું. પરંતુ ધોરણ ૮માં આવ્યા બાદ તેમણે ક્લાસમાં ટોપ કર્યું હતું. આવું ધોરણ નવમાં પણ બન્યું. એ પછી જ્યારે તેઓ ધોરણ ૧૦માં અભ્યાસ કરતા હતા એ સમયે તેમના જીવનમાં એક છોકરીનું આગમન થયું હતું. તેઓ આ છોકરીને ખૂબ જ પ્રેમ કરતા હતા. આ દરમિયાન તેમના બનેવીની ટ્રાન્સફર થઈ ગઈ.
ત્યારે તેમની પટનાથી આવીને જામનગરમાં તેમની સાથે રહેવા લાગ્યા હતા. સ્કૂલમાં ગર્લફ્રેન્ડના ચક્કરમાં તેમનું રિઝલ્ટ પણ ડલ આવ્યું. એ પછી તેમના પિતાએ તેમને પટના પાછા આવી જવા માટે કહ્યું હતું. ધોરણ ૧૨ પાસ થયા બાદ પિતાની જીદ બાદ આદિત્યએ એન્જિનિયરિંગમાં દાખલો લીધો હતો. શરુઆતમાં તેમનો સ્કોર સારો રહ્યો, પણ એક દિવસ અચાનક સ્કૂલ સમયની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઈ ગયું. આ ઘટના બન્યા બાદ તેઓ ખૂબ જ દુઃખી રહેવા લાગ્યા હતા. જો કે, તેઓએ પ્રેમિકાને ચેલેન્જ આપી હતી કે એક દિવસ તે આઈએએસ બનીને જ રહેશે.
પોતાના સિનિયર્સ પાસેથી આદિત્યને યુપીએસસી વિશે થોડી માહિતી મળેલી હતી. પરંતુ આદિત્યને આ પરીક્ષા વિશેનો સંપૂર્ણ અંદાજો નહોતૌ કે, તે કેટલી હાર્ડ હોય છે. ૨૦૨૧ અને ૨૦૨૨માં બે વાર આદિત્યને નિષ્ફળતા મળી હતી. એ સમય આદિત્ય માટે ખૂબ જ ચેલેન્જિંગ હતો. તે નોકરી છોડીને પ્રિપરેશન કરી રહ્યા હતા. તેમને જરાય અંદાજો નહોતો કે આ એક્ઝામ ક્લિયર કરવામાં કેટલો સમય લાગી જશે. બે પ્રયાસ બાદ પણ આદિત્યને થોડો ડર હતો. સેલ્ફ ડાઉટ પણ થવા લાગ્યા હતા અને પોતાની પાસે કોઈ પ્લાન બી પણ નહોતો. એ પછી ખૂબ જ હિંમતપૂર્વક અને મહેનત કરીને તૈયારી કરી. આખરે, સફળતાનો સ્વાદ ચાખી જ લીધો તેઓએ ઓલ ઈન્ડિયા રેક્ન ૪૮મો હાંસલ કર્યો છે.